Aapnu Gujarat
રમતગમત

બીજી ટેસ્ટ મેચ : ન્યુઝીલેન્ડને જીતવા વધુ ૩૪૦ રનની જરૂર

ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચ ખુબ જ રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઇ છે.ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે આજે ન્યુઝીલેન્ડે જીતવા માટેના ૩૮૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોઇ પણ વિકેટ ગુમાવ્યા વગર ૪૨ રન કરી લીધા હતા. આજે રમત બંધ રહી ત્યારે લાથમ ૨૫ અને રાવલ ૧૭ રન સાથે રમતમાં હતા. ન્યુઝીલેન્ડને હવે બીજા ૩૪૦ રનની જરૂર છે અને તેની દસ વિકેટ હાથમાં હોવાથી જીત પણ મળી શકે છે. બીજી બાજુ ઇંગ્લેન્ડના બોલરો ન્યુઝીલેન્ડને વહેલી તકે આઉટ કરવાના પ્રયાસ કરશે. અત્રે નોંધનીય છે કે તે પહેલા ઓકલેન્ડ ખાતે રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં પાંચમાં અને અંતિમ દિવસે ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડ ઉપર શાનદાર જીત મેળવી લીધી હતી. ન્યુઝીલેન્ડે ઇનિંગ્સ અને ૪૯ રનના અંતરથી આ ટેસ્ટ મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડની ટીમ તેના બીજા દાવમાં ૩૨૦ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. બોલ્ટે ત્રણ અને વાગનરે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સમગ્ર ટેસ્ટ મેચમાં જોરદાર દેખાવ કરવા બદલ બોલ્ટની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં અનેક ઉતારચઢાવની સ્થિતિ પ્રથમ દિવસથી જ જોવા મળી હતી. પ્રથમ દિવસે જ ઇંગ્લેન્ડની ટીમ ૫૮ રનમાં ઓલઆઉટ થયા બાદ ન્યુઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં આઠ વિકેટે ૪૨૭ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ તેના બીજા દાવમાં ૩૨૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી. આની સાથે જ આ ટેસ્ટ મેચમાં તેની કારમી હાર થઇ હતી.
ઇંગ્લેન્ડની ટીમ ઇનિંગ્સ અને ૪૯ રનથી હારી ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો જુમલો ૨૬ રનનો રહ્યો છે. સંજોગની વાત એ છે કે આ જ મેદાન પર સૌથી ઓછો જુમલો થયો હતો. ૨૫મી માર્ચ ૧૯૫૫ના દિવસે ઇંગ્લેન્ડની સામે ન્યુઝીલેન્ડ ૨૬ રનમાં આઉટ થયુ હતુ. બોલ્ટે છ વિકેટ લઇને જોરદાર તરખાટ મચાવ્યો હતો. ટીમ સાઉથીએ ચાર વિકેટ ઝડપીને બોલ્ટને સાથ આપ્યો હતો.ઇંગ્લેન્ડની ટીમ તેના બીદા દાવમાં નવ વિકેટ ગુમાવીને ૩૫૨ રને દાવ ડિકલેર કર્યા બાદ ઇંગ્લેન્ડની સામે જીત મેળવવાની બાબત ન્યુઝીલેન્ડ માટે પડકારરૂપ બની હતી. ઇંગ્લેન્ડ તરફથી ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં તેના બીજા દાવમાં વિન્સે સૌથી વધારે ૭૬ રન કર્યા હતા. જ્યારે રૂટે ૫૪ રન કર્યા હતા. આ ઉપરાંત માલને ૫૩ રન કર્યા હતા. તેમની ઉપયોગી બેટિગના કારણે ઇંગ્લેન્ડે પડકારજનક સ્કોર ન્યુઝીલેન્ડે આપ્યો હતો. હવે આવતીકાલે પાંચમા અને અંતિમ દિવસે બન્ને ટીમોને એકસમાન તક રહેલી છે.

Related posts

BCCI prez Ganguly admitted to hospital in Kolkata with “mild cardiac arrest”

editor

પાકિસ્તાની ક્રિકેટર ફવાદ આલમનો દેશ છોડવા નિર્ણય

aapnugujarat

ટેસ્ટ રેેંકિંગઃ જાડેજા ટોપ પર, અશ્વિન બીજા નંબરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1