Aapnu Gujarat
રાષ્ટ્રીય

અવિશ્વાસ દરખાસ્ત પ્રશ્ને કેન્દ્ર પર દબાણ વધારવાની તૈયારી : અન્નાદ્રમુક પરિસ્થિતિનો લાભ ઉઠાવવા ઇચ્છુક

ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર સાથે છેડો ફાડી લીધા બાદ ટીડીપી દ્વારા અવિશ્વાસની દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો છે. હવે તમિળનાડુના અન્નાદ્રમુકે પણ અવિશ્વાસ દરખાસ્તને ટેકો આપવા માટે નવી શરતો મુકી દીધી છે. એમડીએમકેના નેતા વૈઇકોએ કાવેરી મેનેજમેન્ટ બોર્ડની રચના કરવા ભાજપના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ઉપર દબાણ લાવવા આ તકનો ઉપયોગ કરવા અન્નાદ્રમુકને અપીલ કરી છે. અવિશ્વાસ દરખાસ્ત સામે જ્યારે તેના ટેકાની જરૂર પડે ત્યારે શરતો મુકવા માટેની અપીલ કરવામાં આવી છે. પૂર્વ સાંસદ અને અન્ના દ્રમુકના પ્રવક્તા કેસી પલાનીસામીએ કહ્યું છે કે, જો કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાવેરી મેનેજમેન્ટ બોર્ડ અને કાવેરી વોટર રેગ્યુલેટરી કમિટિની રચના કરવાનો ઇન્કાર કરશે તો અન્નાદ્રમુક અવિશ્વાસ દરખાસ્તને ટેકો આપશે. ટિ્‌વટર પર અન્નાદ્રમુકના નેતાએ આ મુજબની પ્રતિક્રિયા આપ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. બીજી બાજુ ટિ્‌વટ કરીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું છે કે, મોદી સરકાર આંધ્રની માંગણીઓની અવગણના કરી રહી છે. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું છે કે, જો સાથી પક્ષો ગૃહમાં લડતા રહેશે તો કોઇ ફાયદો થશે નહીં. તેમણે એમ પણ કહ્યું છે કે, અમે ફાઈનાન્સ બિલને લઇને રાહ જોઇ રહ્યા હતા પરંતુ આંધ્રપ્રદેશ માટે આ બિલમાં પણ કોઇ જોગવાઈ ન હતી. આજ કારણસર એનડીએ સાથે છેડો ફાડવામાં આવ્યો છે. બીજી બાજુ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિએ એનડીએ સરકાર સામે અવિશ્વાસ દરખાસ્તને ટેકો આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે, આ હિલચાલ એક રાજકીય નાટક તરીકે છે.

Related posts

रामविलास पासवान की लोजपा में विवाद, कई नेता देंगे इस्तीफा

aapnugujarat

बाबा रामदेव की विपक्ष को चुनौती – इससे बेहतर बजट बनाकर दिखाओ

editor

દેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન ફેલાવી શકે છે વધારે સંક્રમણ

editor

Leave a Comment

UA-96247877-1