Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

હોલસેલ ફુગાવા માટે આંકડો ફેબ્રુઆરીમાં ૨.૪૮ ટકા થયો

હોલસેલ આધારિત ફુગાવાનો આંકડો જારી કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા રહ્યો છે. હોલસેલ ઇંડા, માંસ અને ફિશના ફુગાવામાં ઘટાડો થયો છે. આ ફુગાવો ૦.૩૭ ટકાની સામે માઇનસ ૦.૨૨ ટકા રહ્યો છે. સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો થયો છે. આની સાથે જ સ્થિતિમાં સુધારો થયો છે. ખાદ્યાન્ન અને ફ્યુઅલની ચીજવસ્તુઓમાં પણ આંકડા જારી કરવામાં આવ્યા છે. વાર્ષિક હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો ગયા મહિનામાં ૨.૪૮ ટકા રહ્યો છે. ફુગાવાનો આંકડો અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા અંદાજ કરતા થોડોક ઓછો રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં હોલસેલ ખાદ્યાન્ન ચીજવસ્તુઓ એક વર્ષના આધાર પર ૦.૦૭ ટકાનો વધારો થયો છે. આ મહિનાની શરૂઆતમાં તેમાં ૧.૬૫ ટકાનો વધારો થયો હતો. ફ્યુઅલ અને પાવર ફુગાવો ૪.૦૮ ટકાની સામે ૩.૮૧ ટકા રહ્યો છે. નોન ફુડ આર્ટિકલ્સમાં ફુગાવો ૧.૨૩ ટકાની સામે માઇનસ ૨.૬૬ ટકા રહ્યો છે. તમામ કોમોડિટી ઇન્ડેક્સમાં કોઇ ફેરફાર થયો નથી. મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ ઇન્ડેક્સમાં ૦.૪ ટકાનો ઉછાળો થયો છે. ફ્યુઅલ અને પાવર ગ્રુપ ઇન્ડેક્સમાં ૧.૨ ટકાનો ઉછાળો રહ્યો છે. રિટેલ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે.

Related posts

એમ.આર.શાહે પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધાં

aapnugujarat

કર્ણાટક ચૂંટણી : દલિત વોટ મેળવવા માટે અનેક પડકારો

aapnugujarat

અમેઠીમાં રાહુલનો ભારે વિરોધ, “ઇટાલી પાછા જાવ”નાં નારા ગુંજ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1