Aapnu Gujarat
ગુજરાત

અકસ્માતો રોકવા માટે કેસ બેરિયર લગાડવા જોગવાઈ : નીતિન પટેલ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલે માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ ઉપરની ચર્ચા દરમિયાન આગામી સમયમાં હાથ ધરવાની વિભાગની કેટલીક મહત્વની કામગીરીની માહિતી આપી હતી. જે અંતર્ગત અકસ્માતના સમયે પુલ ઉપરથી રેલીંગ તોડીને વાહન નીચે પડે છે તેવા કિસ્સા ઘટાડી શકાય તે માટે રાજ્યમાં સ્ટેટ હાઈવે પર આશરે ૮૯૫ નાળા-પુલો તથા પંચાયત હસ્તકના રસ્તા પર આશરે. જેનો અંદાજીત ખર્ચ ૧૦૦ કરોડ રાજ્યના તથા ૨૫ કરોડ પંચાયત રસ્તાના થશે. આ કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ કરાશે. જેથી રેલીંગ તોડીને વાહન નદી-ખાડીમાં પડવાના અકસ્માતો ઘટાડી શકાય. જે રસ્તા પર ભારે ટ્રાફિક હોય તેવા જંકશન પર ફલાય ઓવર અન્ડર પાસ બનાવવા માટે નવી બાબત વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં સૂચવેલ છે. જેમાં સુરત-કડોદરા ખાતેનું જંકશન, ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી જંકશન, ગાંધીનગર ઈન્દીરા બ્રીજ રસ્તા પર કોબા ખાતે, મહેસાણાના મોઢેરા જંકશન પર ફલાય ઓવર અન્ડર પાસ બનાવવામાં આવશે. આ કામગીરીનો અંદાજી ખર્ચ ૩૫૦ કરોડ થશે તથા આગામી ૩ થી ૪ વર્ષમાં પૂર્ણ કરાશે. દરેક તાલુકાને જિલ્લા મથકો સાથે ૧૦ મીટર પહોળો રસ્તાથી જોડવાની કામગીરી પણ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત ૬૮ તાલુકા મથકોને ૧૯૨૬ કી.મીની લંબાઈના રસ્તાને ૧૦ મીટર પહોળા કરવાનો અંદાજીત ખર્ચ ૧૦૪૫ કરોડ થશે. આ કામગીરી આગામી ૩ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ કામગીરીથી રાજ્યના તમામ તાલુકા મથકોને જિલ્લા મથક સાથે ૧૦ મીટર પહોળાઈના રસ્તાનું જોડાણ મળશે. મહિલા દિવસની ભેટ સ્વરૂપે મહિલા ધારાસભ્યોને તેમના વિસ્તારના વિકાસ કામો માટે વધારાના ૧ કરોડના જોબર નંબર આપવામાં આવશે.

Related posts

માતાની સારવાર માટે ૧૨ વર્ષના પુત્રને ૧૦ હજારમાં ગીરો મૂક્યો

editor

રાજ શેખાવતના જામીન મંજૂર

editor

કેસર કેરીની અછત વર્તાઈ શકે, ખરાબ હવામાનથી ઉત્પાદનને અસર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1