Aapnu Gujarat
ગુજરાત

પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાની મુદત વધારવાનો નિર્ણય થયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જૂની અને નવી ફોર્મ્યુલા સહિતની બાકી પ્રોપર્ટી ટેક્સમાં રિબેટની યોજના શાસક પક્ષ દ્વારા હવે તા.૧૫મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. અમ્યુકો સત્તાધીશો દ્વારા પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાની મહેતલ વધારાતાં શહેરના નાગરિકોને કંઇક અંશે રાહત મળી છે અને હવે બાકી ગયેલા નગરજનો તા.૧૫મી માર્ચ સુધી તેનો લાભ લઇ શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગઇકાલે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં પ્રોપર્ટી ટેક્સની રિબેટ યોજનાને તા.૧૫મી માર્ચ સુધી લંબાવવાની દરખાસ્તને મંજૂર કરાઇ છે. આ યોજના તા.૧૫-૧-૨૦૧૮ના રોજથી અમલમાં મૂકાઇ હતી. પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં જ રૂ.૮૦ કરોડની આવક મ્યુનિસિપલ તિજોરીને થઇ હોવાનો તંત્રએ દાવો કર્યો હતો. જો કે, હવે તા.૧૫મી માર્ચ સુધીના દિવસોમાં આવકનો આંક વધુ ઉંચો જવાની પૂરી શકયતા છે. બીજીબાજુ, ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન પ્રોપર્ટી ટેક્સ વિભાગને કુલ રૂ.૬૭૫.૨૨ કરોડથી વધુની આવક થઇ છે. જેમાં નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ.૨૦૦.૪૪ કરોડ, પશ્ચિમ ઝોનમનાં રૂ.૧૮૫.૦૯ કરોડ, મધ્ય ઝોનમાં રૂ.૮૬.૭૯ કરોડ, પૂર્વ ઝોનમાં રૂ.૭૩.૯૦ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂ.૬૯.૧૯ કરોડ અને ઉત્તર ઝોનમાં સૌથી ઓછી રૂ.૫૯.૮૦ કરોડની આવક નોંધાઇ છે. તો, શહેરમાં પ્રોપર્ટી ટેક્સ નહી ભરનારા બાકીદારો વિરૂધ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેકસની વસૂલાત પેટે કરાયેલી શિક્ષાત્મક કાર્યવાહીમાં અત્યારસુધીમાં શહેરભરમાં કુલ ૧૧,૨૪૦ મિલકતો સીલ કરવામાં આવી છે. જેમાં નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૨૯૮૭ મિલકત, ઉત્તર ઝોનમાં ૨૦૦૨ મિલકત, પશ્ચિમ ઝોનમાં ૧૭૯૦, મધ્ય ઝોનમાં ૧૫૯૫, પૂર્વ ઝોનમાં ૧૪૬૩ અને દક્ષિણ ઝોનમાં સૌથી ઓછી ૧૪૦૩ મિલકતોને સીલ કરવામાં આવી છે. ગઇકાલે એક જ દિવસમાં અમ્યુકો તંત્ર દ્વારા ૭૪૫ મિલકતોને સીલ મરાઈ છે.

Related posts

હિંમતનગરમાં ધન્વંતરિ રથ દ્વારા રેપિડ ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો

editor

અમદાવાદમાં ગરમી વધતાં યલો એલર્ટ જાહેર કરાયું

aapnugujarat

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 51મો જન્મોત્સવ ઉજવાયો

editor

Leave a Comment

UA-96247877-1