Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પીએનબી ફ્રોડ : સીબીઆઈ દ્વારા વધુ એક FIR દાખલ

સમગ્ર દેશને હચમચાવી મુકનાર પંજાબ નેશનલ બેંક કૌભાંડના સંદર્ભમાં સીબીઆઈ દ્વારા ત્રીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે જેમાં ઘણી બધી વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમા પીએનબીને થયેલા નુકસાનના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. ચોથી માર્ચના દિવસે ત્રીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જો કે, આની વિગત હવે જાહેર કરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, વારંવારની નાણાંકીય ઉચાપત ૨૦૧૭ પહેલા પણ કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરુપે પંજાબ નેશનલ બેંકને કુલ નુકસાનનો આંકડો ૧૨૯૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે જે અગાઉ ૧૨૬૩૮ કરોડ દર્શાવવામાં આવ્યો હતો. આ ત્રીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આમા આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપી નિરવ મોદીના ફાયર સ્ટાર ગ્રુપે અન્યોની સાથે મળીને પીએનબીને જંગી નુકસાન પહોંચાડ્યું હતું. ફંડ આધારિત અને બિનફંડ આધારિતરીતે આ નુકસાન કરવામાં આવ્યું હતું. એફઆઈઆરમાં અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસમાં હિરા કારોબારી નિરવ મોદી, મેહુલ ચોક્સી અને તેમની કંપનીઓની સીધી સંડોવણી રહેલી છે. પીએનબીની ફરિયાદના આધાર પર પ્રથમ એફઆઈઆર દાખલ કરાઈ હતી. આ એફઆઈઆર ૩૧મી જાન્યુઆરીના દિવસે દાખલ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કહેવાતા આઠ લેટર ઓફ અન્ડરટેકિંગ અથવા તો ગેરંટીનો આંકડો ૨૮૦.૭ કરોડ રૂપિયાનો હતો. ૨૦૧૭માં આ લેટર જારી કરવામાં આવ્યા હતા. ૧૫મી ફેબ્રુઆરીના દિવસે સીબીઆઈ દ્વારા બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આમા પણ એક સમાન લેવડદેવડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લેટર ઓફ અન્ડરટેકિંગ મારફતે ૨૦૧૭-૧૮માં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્રીજી એફઆઈઆર પહેલા સીબીઆઈએ શોધી કાઢ્યું હતું કે, મેહુલ ચોક્સીના ગીતાંજલિ ગ્રુપે ૬૧૩૮ કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું જ્યારે નિરવ મોદીના ગ્રુપે ૬૫૦૦ કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું. ચોથી માર્ચના દિવસે એફઆઈઆરમાં ફંડ આધારિત લિમિટના સંબંધમાં વારંવારની નાણાંકીય ઉચાપતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીએનબી દ્વારા વારંવાર નજરઅંદાજની પ્રક્રિયા અપનાવવામાં આવી હતી જેના લીધે આ સમસ્યા ઉભી થઇ હતી. હવે પીએનબી દ્વારા આરબીઆઈ પાસેથી ૧૨૯૦૦ કરોડના નુકસાન બદલ રાહતની જોગવાઈની માંગ કરી છે. આગામી દિવસોમાં સીબીઆઈ અને અન્ય તપાસ સંસ્થાઓ તપાસને આગળ વધારી શકે છે. એફઆઈઆરમાં અનેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ લિમિટેડ, ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ લિમિટેડ, મોદી અને અન્ય આરોપીઓએ ગુનેગારી કાવતરા ઘડી કાઢ્યા હતા જેના પરિણામ સ્વરુપે પીએનબીને ભારે નુકસાન થયું હતું. પંજાબ નેશનલ બેંકની માર્કેટ કેપ ગુરુવારના દિવસે ૨૩૪૫૫ કરોડ હતી.

Related posts

અમે કચરો એકઠો કરવા માટે નથીઃ સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર

aapnugujarat

ઈન્ફોસીસનાં નવા સીઈઓ સલીલ પારેખ ૧૬ કરોડનો વાર્ષિક પગાર લેશે

aapnugujarat

મોદીએ સિનિયરોની ટીમ ભેગી કરીઃ મનિષ તિવારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1