Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લડાકુ વિમાન તેજસનું ઉત્પાદન ત્રણ ગણું વધારાશે

સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે સ્પષ્ટ કર્યું છે કે જાહેર ક્ષેત્રની હિંદુસ્તાન એરોનેટિક્સ લિમિટેડે તેજસ લડાકુ વિમાનનું ઉત્પાદન વધારવું પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકારે કોઈ અન્ય લડાકુ જેટને લઈને આ પરિયોજના છોડી નથી. જોકે એચએએલ વર્ષે લગભગ આઠ તેજસ વિમાનોનું ઉત્પાદન કરી રહી છે.  સંરક્ષણ મંત્રાલય આ સિંગલ એન્જીન બહુ ભૂમિકાવાળા વિમાનનું ઉત્પાદન વધારીને ૧૮ વિમાન વર્ષભરમાં તૈયાર કરવા ઈચ્છે છે. ભારતીય વાયુ સેના પાસે હાલ ૩૧ લડાકુ વિમાન છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણનું આ નિવેદન સંરક્ષણ પ્રતિષ્ઠાનોના એ રિપોર્ટ દરમિયાન આવ્યું કે તેજસ વાયુસેનાની યુદ્ધ તૈયારીઓ માટે પર્યાપ્ત નથી. અને તેને કોઈપણ સંભવિત પડકારને પહોંચી વળવા તાત્કાલીક વિદેશી સિંગલ એન્જીનવાળા લડાકૂ વિમાનની વધુ જરૂર છે.

Related posts

बेंगलुरु सिलिंडर विस्फोट : हादसे में बच्ची अनाथ, राज्य सरकार ने लिया गोद

aapnugujarat

કર્ણાટક બાદ તેલંગાણા પર ભાજપની નજર રહેશે

aapnugujarat

बाबा राम रहीम सिंह ने कस्टडी में सामान्य कैदी जैसा पहला दिन बिताया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1