Aapnu Gujarat
બિઝનેસ

કોર્પોરેટ ટેક્સ ૨૫ ટકા કરવા માટે નિર્ણય થયો

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આજે કરોડો લોકોની અપેક્ષા અને તમામ ક્ષેત્રોના ઉદ્યોગોની ઉત્સુકતા વચ્ચે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ. બજેટમાં કોર્પોરેટ ટેક્સને ધારણા પ્રમાણે જ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૫૦ કરોડ રૂપિયાથી ઓછા ટર્ન ઓવરવાળી કંપનીઓને ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સ આપવાનો રહેશે. મોદી સરકારની આ જાહેરાત બાદ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓને ફાયદો થશે. કોર્પોરેટ ટેક્સમાં સરકારે નાના અને સિમાંત ઉદ્યોગો માટે ટેક્સ ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કર્યો છે. જેટલીની જાહેરાત બાદ કોર્પોરેટ જગતમાં ખુશી દેખાઈ રહી છે. આ અગાઉ ૫૦ કરોડ વાર્ષિક ટર્ન ઓવરવાળી કંપનીઓને ૨૫ ટકા ટેક્સ આપવાની જરૂર પડતી હતી.

Related posts

નેસ્લેની ૬૦ ટકા ફૂડ પ્રોડક્ટ છે ‘અનહેલ્ધી’

editor

Real estate fraud case: Manpreet Singh Chadha gets bail

aapnugujarat

PNB Fraud case : Nirav custody extended until September 19

aapnugujarat

Leave a Comment

UA-96247877-1