Aapnu Gujarat
બિઝનેસ

લક્ષ્યથી ચાર વર્ષ પહેલાં જ ભારતે ઉત્પન્ન કરી રેકોર્ડબ્રેક સોલર એનર્જી

કેન્દ્રમાં એનડીએ સરકાર આવ્યા બાદ દેશમાં સોલર એનર્જીને ઝડપથી પ્રોત્સાહનનાં પરિણામો હવે દેખાવાં લાગ્યાં છે. ભારતે ર૦ ગિગાવોટ સોલર એનર્જીના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું હતું. આ માટે નેશનલ સોલર મિશને વર્ષ ર૦રર સુધીનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ ભારતે ચાર વર્ષ પહેલાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું છે. વર્ષ ર૦૧૪માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ સોલર એનર્જીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે ર૦રર સુધી ર૦ ગિગાવોટ સોલર એનર્જીના ઉત્પાદનના લક્ષ્યને વધારીને ૧૦૦ ગિગાવોટ કરી દીધું છે. ગ્રીન એનર્જી માર્કેટ ટ્રેકર મેરકોમ કેપિટલે ભારત અંગે કરેલા તાજેતરના સંશોધન મુજબ સોલર એનર્જીની ઉત્પાદન ક્ષમતા ર૦ ગિગાવોટ થઇ ગઇ છે જે વર્ષ ર૦૦૯માં માત્ર છ મેગાવોટ હતી.એવું પહેલીવાર થયું છે કે જયારે ર૦૧૭માં સોલર એનર્જી ભારતના કુલ નવા ઊર્જા ઉત્પાદન સ્રોતમાં મુખ્ય ભાગીદાર થઇને ઊભરી છે. પ્રારંભિક આંકડાઓ મુજબ આ સમયાવધિમાં સોલર ઇન્સ્ટોલેશને ૯.૬ ગિગાવોટ સુધી પહોંચી ગયું જે કુલ વૃદ્ધિના ૪૧ ટકા છે. ભારતે આ સફળતા એવા સમયે મેળવી છે જયારે સંરક્ષણવાદી નીતિઓના કારણે આ ઉદ્યોગની તેજીમાં ઘટાડો થવાનો ખતરો તોળાયો છે.એવું માનવામાં આવી રહ્યું છે કે ર૦૧૮માં સોલર ઊર્જાના ક્ષેત્રમાં આવેલી તેજીમાં ઘટાડો થઇ શકે છે. કારણ કે સરકારની સંરક્ષણવાદી નીતિઓના કારણે ખર્ચ અને અનિશ્ચિતતા વધવાની આશંકા છે. ભારતમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સોલર એનર્જીના ક્ષેત્રમાં રોકાણ સતત વધી રહ્યું છે. મધ્યપ્રદેશમાં આખા વર્ષ દરમિયાન ૩૦૦ સૌર દિવસની ઉપલબ્ધતા છે. જેના કારણે આ રાજ્ય સોલર એનર્જીના એક પ્રમુુખ ઉત્પાદક રાજ્ય તરીકે ઊભરી રહ્યું છે.

Related posts

આરબીઆઈની આજથી પોલિસી સમીક્ષા બેઠક

aapnugujarat

SBIને ૪૮૭૬ કરોડનું નુકસાન

aapnugujarat

फ्लिपकार्ट से मंगाया सोने का सिक्का : मिला खाली डिब्बा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1