Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આરબીઆઈની આજથી પોલિસી સમીક્ષા બેઠક

રીઝર્વ બેંકની મોનેટરી પોલીસી કમિટીની (એમપીસી)ની બેઠક શરૂ થઇ રહી છે. બુધવારના દિવસે વ્યાજદર યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. મોનેટરી પોલીસીની બેઠકમાં મોંઘવારી નિયંત્રણ પર ખાસ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે. નિષ્ણાંતોના કહેવા મુજબ આર્થિક વૃદ્ધિદરમાં સતત પાંચ ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયા બાદ સપ્ટેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિદર સુધરી ગયા બાદ રીઝર્વ બેંક પર વ્યાજ દરમાં ઘટાડો કરવા માટેનુ દબાણ ઓછુ થયુ છે. જો કે ઉદ્યોગજગતની માંગ છે કે વ્યાજદરમાં હજુ પણ ઘટાડો કરવામાં આવે કારણ કે સ્થિતી હજુ સાનુકુળ થઇ નથી. ક્રેડિટ રેન્ટિંગ એજન્સી મુડીજ દ્વારા હાલમાં દેશના રેટિંગ વધારી દેવાના કારણે બજારમાં આવેલા ઉત્સાહનો લાભ લઇ શકાય તે માટે વ્યાજદરમાં ઘટાડો કરવા માટેની માંગ ઉઠી રહી છે. આરબીઆઇના વડા ઉર્જિત પટેલના નેતૃત્વમાં રિઝર્વે બેંકની નાણાંકીય નિતી સમીક્ષાની બેઠક મંગળવારથી શરૂ થઇ રહી છે. મંગળવારના દિવસે સમગ્ર પાસા પર લાંબી અને ઉંડાણપૂર્વક વિચારણા કરવામાં આવનાર છે. વિચારણા બાદ છઠ્ઠી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આ ચાલુ નાણાંકીય વર્ષની પાંચમી બેઠક થઇ રહી છે. કેન્દ્રિય બેંકે ઓગષ્ટ મહિનામાં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપો રેટ છ ટકા કરવામાં આવ્યો હતો. આ છેલ્લા છ વર્ષમાં સૌથી ઓછો વ્યાજદર છે. રેપો દર એ છે જેના પર આરબીઆઇ બેંકોને તેમની તાકીદની જરૂરીયાત માટે રોકડ ઉપલબ્ધ કરાવે છે. રેપો રેટ વધી જવાથી બેંકોના નાણાંનો ખર્ચ વધી જાય છે. સમિતીએ ઓક્ટોબર મહિનામાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. અર્થવ્યવસ્થામાં સતત મંદીના કારણે ચાલુ નાણાંકીય વર્ષના આર્થિક વૃદ્ધિના પોતાના પહેલાના અંદાજને ઘટાડી દઇને ૬.૭ ટકા કરવામાં આવ્યો હતો. બેંકોના ટોપ અધિકારીઓ અને નિષ્ણાંતો માને છે કે આવનાર મહિનામાં મોંઘવારીનુ દબાણ વધવાથી જોખમના કારણે આ વખતે વ્યાજદરમાં કોઇ ફેરફાર કરાય તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે. યુનિયન બેંકના એમડી અને મુખ્ય કારોબારી અધિકારી જાકિરણ રાયે કહ્યુ છે કે રેપો રેટમાં આ વખતે કોઇ ફેરફાર કરવામાં આવનાર નથી. બેંકોની પાસે રોકડ પ્રવાહ મર્યાદિત છે. જમા દરો મજબુત થઇ રહી છે. મોંઘવારીના દરને લઇને ચિંતા પ્રવર્તી રહી છે. આરબીઆઇ હાલમાં કોઇ ફેરફાર કરે તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે. વર્ષ ૨૦૧૮ની શરૂઆતમાં પણ દર યથાવત રહે તેવા સંકેત મળી રહ્યા છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીએ કહ્યુ છે કે હાલમાં સારા સમાચાર વૈશ્વિક સંસ્થાઓ પાસેથી મળી રહ્યા છે.આવી સ્થિતીમાં સારા સુધારાની સ્થિતી રહેલી છે. નાણાંકીય વર્ષ ૧૭-૧૮ની પાંચમી દ્ધિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકને લઇને તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ વખતે સામાન્ય રીતે આરબીઆઇ વ્યાજદરને યથાવત રાખે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જો કે ગોલ્ડમેન સાક્સ અને મોર્દન સ્ટેન્લી જેવી વૈશ્વિક રોકાણ બેંકોએ કહ્યુ છે કે આગામી વર્ષથી ચાવીરૂપ પોલીસી રેટમાં ફેરફાર થવાની શરૂઆત થઇ જશે. કારણ કે આગામી વર્ષથી આર્થિક વિકાસની ગતિ વધારે તીવ્ર બનવાની શરૂઆત થઇ જશે. ક્રુડ ઓઇલની કિંમતમાં વધારો થયા બાદ અને કોમોડિટીની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ફુગાવો વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. વર્તમાન નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બર મહિનામાં ભારતનો આર્થિક વિકાસ દર વધીને ૬.૩ ટકા થઇ ગયો છે જે એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકા રહ્યો હતો. આરબીઆઈની પોલિસીને લઇને જાણકાર નિષ્ણાતોની ગણતરી થવા લાગી ગઈ છે. આરબીઆઈની પોલિસી સમીક્ષાને લઇને અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય મુજબ આ વખતે પોલિસી સમીક્ષામાં કોઇ મોટા ફેરફાર કરવામાં આવશે નહીં. આરબીઆઈના ગવર્નરના નેતૃત્વમાં આ બેઠક થનાર છે જેમાં પ્રથમ દિવસે ચર્ચા કરવામાં આવ્યા બાદ છઠ્ઠી તારીખે દ્વિમાસિક નાણાંકીય નીતિના પરિણામ જાહેર કરાશે.

Related posts

Transporters will strike against toll tax imports on June 12

aapnugujarat

गोवा में बगावत, 10 विधायक आज भाजपा मुख्यालय में करेंगे मुलाकात…!

aapnugujarat

पेट्रोल-डीजल के बाद महंगी बिजली की पड़ सकती है मार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1