Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પીએસયુ બેંકોને ૮૦,૦૦૦ કરોડ રૂપિયા મળશે : રિપોર્ટ

પીએસયુ બેંકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તરફથી સૌથી જંગી નાણાં મળી શકે છે. ધિરાણને પ્રોત્સાહન આપવા માટે સરકાર જંગી મુડી જાહેર ક્ષેત્રની બેંકોમાં ઠાલવા માટે ઇચ્છુક છે. સરકાર દ્વારા જે નાણાં ઠાલવી દેવામાં આવનાર છે તેના કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકને સૌથી વધુ નાણાં મળી શકે છે. નાણાં ઠાલવી દેવા માટે વધારાના ખર્ચ માટે સંસદીય મંજુરી સરકાર દ્વારા માંગવામાં આવ્યા બાદ આ ચિત્ર ઉપસી રહ્યુ છે. નાણાં મંત્રાલયના નજીકના સુત્રોએ કહ્યુ છે કે બેંકોની સ્થિતીને વધુ મજબુત કરવા માટે આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. જાહેર ક્ષેત્રની બેંકમાં જંગી નાણાં ઠાલવી દેવા માટેની જાહેરાત પહેલા પણ કરવામાં આવી ચુકી છે. આગામી બે મહિનામાં જંગી નાણાં ઠાલવી દેવામાં આવે તેવા સંકેત છે. પીએસયુ બેંક હાલમાં કેટલાક પડકારોનો સામનો કરી રહી છે. તેમની સ્થિતીને વધુ મજબુત કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ સરકારે સેવિગ્સ બોન્ડ માટેની પણ ઓફર કરી છે.
સાત વર્ષની પાકતી મુદત માટેના બોન્ડ ૧૦મી જાન્યુઆરીના દિવસે ગ્રાહકો માટે ખુલશે. આ સમાચાર આવ્યા બાદ ગઇકાલે ગુરૂવારના દિવસે એનએસઇ પીએસયુ બેંક ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. ગુરૂવારના દિવસે તેમાં ૨.૬૯ ટકાનો ઉછાળો રહ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે હાલના સમયમાં કેટલીક વખત વાત કરી છે.

Related posts

FDI को बढ़ाएगी सरकार, बीमा क्षेत्र में 100 फीसदी होगा विदेशी निवेश

aapnugujarat

नीतीश के फैसले से सहमत नहीं, जनादेश इसके लिए नहीं थाः शरद यादव

aapnugujarat

બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત વચ્ચે મુલાકાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1