Aapnu Gujarat
ગુજરાત

ઉત્તર અને પૂર્વ ઝોનમાં આજે સાંજે પાણી પુરવઠો નહીં મળે

અમદાવાદ શહેરના અડધા ભાગને શહેરના ઉત્તરઝોનમાં આવેલા કોતરપુર વોટરવર્કસ ખાતેથી પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે આ વોટર વર્કસ સાથે પ્લાન્ટમાં રો-વોટર પુરૂ પાડતી ૨૫૦૦ મીમી વ્યાસની ગ્રેવીટી લાઈનનું જોડાણ કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર હોવાથી આવતી કાલે સાંજે બે ઝોનના ૩૫ જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો ઉપરથી પાણી મેળવતા વિસ્તારોમાં સાંજનો પાણી પુરવઠો મળી શકશે નહીં તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે,શુક્રવારે સવારે આ તમામ વિસ્તારોમાં ઉપલબ્ધ પાણીના જથ્થા આધારિત પાણી પુરુ પાડવામાં આવશે.આ અંગે મળતી માહિતી પ્રમાણે,શહેરના ઉત્તરઝોનમાં આવેલા કોતરપુરના ૬૫૦ એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે રો-વોટર પુરુ પાડતી ૨૫૦૦ મીમી વ્યાસની ગ્રેવીટી મેઈન્સનું જોડાણ કરવાની કાર્યવાહી આવતીકાલે ગુરુવારે સવારનો પાણી સપ્લાય આપવામાં આવ્યા બાદ શહેરના ઉત્તરઝોન,પૂર્વ ઝોન,મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણી પુરવઠો પુરો પાડતી કોતરપુર વોટરવર્કસની ૧૬૦૦મીમી વ્યાસની ઈસ્ટર્ન ટ્રંકમેઈન્સમાં પૂર્વ ઝોનના અમરાઈવાડી વોર્ડમાં ચકુડીયા મહાદેવથી ઉત્તમ ડેરી તરફ જતા રોડ પર થયેલા લીકેજ રીપેરીંગની કામગીરી આવતીકાલે ગુરુવારના રોજ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ હોવાથી ગુરુવારે સવારનો પાણી સપ્લાય આપ્યા બાદ કામગીરી હાથ ધરવામાં આવશે જેથી કોતરપુર વોટરવર્કસની ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન્સ આધારિત ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનના વિસ્તારોમાં સાંજનો પાણી સપ્લાય આપી શકાશે નહીં બીજા દિવસે શુક્રવારે સવારે આ વિસ્તારોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાના આધારે પાણી આપવામાં આવશે.જે વિસ્તારોમાં આ કામગીરીને કારણે અસર થવાની છે તેવા વિસ્તારોમાં નરોડા,સી-વોર્ડ, જી-વોર્ડ, બંગલા એરીયા, મેમ્કો, સૈજપુર, કુબેરનગર, મેઘાણીનગર, અસારવા ગામ, સરસપુર, નોબલનગર, બાપુનગર, રખિયાલ ગામ, ગોમતીપુર, હાથીખાઈ, નિકોલ, ઓઢવ ગામ, ઓઢવ અંબિકાનગર સહિતના આ બે ઝોન હેઠળ આવતા કુલ મળીને ૩૫ જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોનો સમાવેશ થાય છે.

Related posts

મહા શિવરાત્રિ પર્વે મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે રેવડીયા મહાદેવના કર્યા દર્શન

aapnugujarat

નેત્રદાનને વ્યક્તિગત સામુહિક અને સામુદાયિક અભિયાન બનાવવાની વડોદરા જિલ્લા કલેકટરશ્રીની ભલામણ

aapnugujarat

સેટેલાઇટ ગેંગરેપ : આરોપી શખ્સો સામે કોઇ પુરાવા નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1