Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુજરાતના ચૂંટણી પરિણામ પર ઐયરે મૌન ધારણ કરી રાખ્યું

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન પોતાના નિવેદનના લીધે કૉંગ્રેસ નેતા મણિશંકર ઐયર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ‘નીચ’ શબ્દનો ઉપયોગ કરવાના લીધે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. શુક્રવારના રોજ જ્યારે તેમને ગુજરાત ચૂંટણીના પરિણામો પર પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ઐયર એ મૌન ધારણ કરી લીધું.
કૉલકાત્તામાં એક કાર્યક્રમમાં મણિશંકર ઐયરને પ્રશ્ન પૂછવામાં આવ્યો પરંતુ ઐયરે મૌન ધારણ કરી રાખ્યું અને ન્યૂઝપેપર વાંચતા રહ્યાં. આપને જણાવી દઇએ કે પોતાના નિવેદન પર થયેલા હોબાળા બાદ તેમણે માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે તેમનું હિન્દી સારું નહોતું, તેઓ હિન્દીમાં સાચા શબ્દનો ઉપયોગ કરી શકયા નહોતા. આથી તેઓ આ શબ્દ બોલ્યા. આ નિવેદન બાદ તેમણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખુદ રેલીમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે કૉંગ્રેસ નેતાઓએ પીએમ મોદીની વિરૂદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવો જોઇએ નહીં. આપને જણાવી દઇએ કે ઐયરના નિવેદન બાદ તેનો પ્રચારમાં ખૂબ જ ઉપયોગ કરાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની રેલીઓમાં ઐયર પર જોરદાર પ્રહારો કર્યા હતા.ગુજરાતના પરિણામો બાદ કૉંગ્રેસે પણ માન્યું હતું કે મણિશંકર ઐયરના નિવેદન પરથી પાર્ટી પર ફરક પડ્યો હતો. વરિષ્ઠ નેતા એમ.વીરપ્પા કોહલીએ ઇશારામાં કહ્યું છે બની શકે છે કે મણિશંકર ઐયર અને કપિલ સિબ્બલના વિવાદાસ્પદ નિવેદનોએ ગુજરાત ચૂંટણી દરમ્યાન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના કેમ્પેઇનને નુક્સાન પહોંચાડ્યું હોય.તમને જણાવી દઇએ કે ૧૮૨ સીટોવાળી ગુજરાત વિધાનસભામાં ભાજપને છેલ્લી ૬ ચૂંટણીમાં પહેલી વખત ૧૦૦થી ઓછી સીટો પર સંતોષ માનવો પડ્યો છે અને ૯૯ સીટો પર જ જીત મળી. જ્યારે કૉંગ્રેસ ગઠબંધનને ૮૦ સીટો મળી. બાકી ત્રણ સીટોમાંથી એક પર એનસીપી અને બે પર અપક્ષ ઉમેદવારોની જીત મળી.

Related posts

मणिपुर में सेना के जवानों पर आतंकी हमला, 3 जवान शहीद

editor

5 बाहुबली राफेल भारतीय वायुसेना में शामिल

editor

લોકસભા ચૂંટણી : દિલ્હીમાં ત્રિકોણીય જંગથી ભાજપને ફાયદો થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1