Aapnu Gujarat
Uncategorized

ટમેટાના ભાવ રૂ.૧૦૦ માંથી ૨૫ થઇ ગયા ! : રાજકોટ યાર્ડમાં ધુમ આવક

છેલ્લા કેટલાક સમયથી બજારમાં ટમેટાના વધેલા ભાવથી ગૃહિણિઓનું ઘરનું બજેટ ખોરવાઇ ગયું છે. માર્કેટમાં ખરીદી કરવા જતી બહેનો શાકભાજીમાંથી ટમેટાની જરૂરિયાત અનુસાર જ ખરીદી કરતી કરતી હતી. કારણ કે ટમેટાના ભાવ રૂ.૧૦૦ સુઘી ૫હોંચી ગયા હતાં. વળી, બજારમાં ફાસ્ટફૂડથી માંડીને ખાદ્ય૫દાર્થોમાં ટમેટાનું પ્રમાણ ઘટી ગયું હતું. જો કે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની બજારોમાં ટમેટાની ધુમ આવક થતા શાકમાર્કેટોમાં છૂટક ભાવ ૫ણ ઘટી ગયા છે. થોડા દિવસો ૫હેલા રૂ.૯૦-૧૦૦ ના કિલો લેખે મળતા ટમેટા હવે માર્કેટમાં રૂ.૨૫ થી ૩૫ ના ભાવે મળી રહ્યા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માર્કેટીંગ યાર્ડમાં ટમેટાની આવક ખુબ વધી છે. મહારાષ્ટ્રના નાસિકથી રાજકોટમાં વ્યા૫ક પ્રમાણમાં ટમેટા આવી રહ્યા છે. જેના કારણે ટમેટાના છૂટક ભાવ ઘટી ગયા છે.ભાવ ઘટી જવાના કારણે હવે રસોઇના મેનુમાં ૫ણ ટમેટા વધારે દેખાવા માંડશે. શાકભાજીના વેપારીઓ ૫ણ ટમેટાના ભાવ ઘટાડાને આવકારતા જણાવે છે કે, ટમેટાની ખરીદીમાં વધારો થયો છે.

Related posts

કાઠીયાવાડમાં સર્જાયો ઈતિહાસ

editor

રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગના ઘઉં – ચોખા ઝડપાયા

editor

બાપા સીતારામ મંડળનાં સભ્યો સોમનાથ મંદિરનાં પરિસરની સાફ-સફાઈમાં લાગ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1