Aapnu Gujarat
ગુજરાત

દિવ્ય ગુજરાત બનાવવા માટે જનતા ભાજપને જીતાડશે : ડો જગદીશ ભાવસાર

ભાજપના પ્રદેશ પ્રવક્તા ડો જગદીશ ભાવસારે રાજ્ય અને દેશના કોંગ્રેસના નેતાઓના પ્રજાને ગુમરાહ કરવાના પેંતરાઓની સખ્ત શબ્દોમા જાટકણી જણાવ્યુ હતુ કે, ભાજપાની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી સંવેદનશીલ અને પારદર્શક ગુજરાત સરકારે સર્વાગિણ ક્ષેત્રના ઐતિહાસિક વિકાસ કર્યો છે અને જન જનની માંગણીઓ અને લાગણીઓને સાકાર કરી છે ત્યારે પરાવલંબી કોંગ્રસ જુઠ્ઠા પ્રચારના ફુગ્ગા ફુલાવી રહી છે કોંગ્રેસના આ જુઠ્ઠા પ્રચારના ફુગ્ગા અને પરપોટાને ગુજરાતની જનતા કમળના નિશાન સામેનુ બટન દબાવીને ફોડી નાખશે. તેમણે વધુમા જણાવ્યુ કે ગુજરાતના પ્રજાજનની લાગણીઓ અને માંગણીઓને ધ્યાનમા રાખીને અનેક સુધારાઓ સાથે સમગ્ર રાષ્ટ્રમા બિનઅનામત સામાજીક વર્ગોના યુવા વિદ્યાર્થીઓ માટે ભાજપ સરકારે ૧૦૦૦ કરોડ રૂપિયાની મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના અમલમા મૂકી છે. દેશના કોંગ્રસ શાસિત રાજ્યોમા આ પ્રકારની યોજના છે ખરી ?કોંગ્રેસ પાર્ટીએ પોતાના શાસન દરમ્યાન રાજ્ય કે રાષ્ટ્ર આ પ્રકારનો વિચાર કર્યો હતો ખરો? માત્રને માત્ર મતની લાલસામા વેરઝેરનુ રાજકારણ કરાવી સત્તા મેળવવી તે કોંગ્રેસની રીતી નીતિ રહી છે તેને ગુજરાતની જનતાએ ૧૯૯૫ની ચૂંટણીથી ફગાવી દીધી છે અને ૨૦૧૭મા વધારે ધમાકાઓ સાથે પણ ફગાવી દેશે તે કોંગ્રસ યાદ રાખે. ડો જગદીશ ભાવસારે વધુમા જણાવ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે મા અને મા વાત્સલ્ય યોજના અન્વયે સરકાર માન્ય પત્રકારોને અપાતા લાભને પરિવાર સુધી વિસ્તાર્યા છે. પત્રકારો માટે અકસ્માત વિમાની રકમને ૫૦,૦૦૦થી વધારી ૫ લાખ રૂપિયા કરી છે અઢી લાખની આવક મર્યાદા મા અને મા વાત્સલ્ય યોજનાનો લાભ વધુને વધુ લોકો લઈ શકે તે માટે કરી છે. સેવાસેતુ કાર્યક્રમ દ્વારા પ્રજાના પ્રશ્નોને ઉકેલ લાવી ઉકેલલક્ષી મહત્વનુ કાર્યે સરકારની ભાજપા સરકારે કર્યુ છે. કોંગ્રેસ આ પચાવી શકતી નથી અને જુઠ્ઠા પ્રચાર કરે છે. આ પ્રચાર અને ધરતીનુ સત્ય અલગ છે. ડો જગદીશ ભાવસારે અંતમા જણાવ્યુ કે ગુજરાત અને કેન્દ્રમા એક જ પાર્ટીના સરકાર છે તેનો લાભ ગુજરાત મેળવી રહ્યુ છે. નર્મદા મૈયાના નીર જન જન સુધી પોહચાડવા માટેના નર્મદા બંધનુ કામ પૂર્ણ થયુ છે. ભાવનગર ધોધા દેહેજ રો-રો ફેરી પ્રારંભ થઈ છે. ગુજરાતને એઈમ્સ મળી છે હજારો કીલોમીટરના રસ્તા નિર્માણ માટેની યોજના ઓ મળી છે અમદાવાદથી મુબંઈ બુલેટ ટ્રેન મળી છે રળિયામણુ કાંકરીયા અને રિવરફ્રંટ મળ્યા છે ગાંધીનગરમા ગીફ્ટસિટી મળી છે. ગુજરાતની અવિરત વિકાસયાત્રા આગળ વધી છે અને દિવ્ય ગુજરાત બનાવવા ગુજરાતની જનતા આગળ વધી રહી છે અને વિકાસ વિરોધી કોંગ્રસનો કારમા પરાજય નીર્ણય જનતાએ કર્યો છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

Related posts

जय की शिकायत में रोहिणीसिंह सहित ७ के विरूद्ध समन्स जारी

aapnugujarat

वडनगर टुरिस्ट सर्किट के लिए १०० करोड़ मिले है

aapnugujarat

आपत्ति को सेवा के अवसर में बदलने का महायज्ञः चुड़ासमा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1