Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સઉદી અરબમાં યોગને રમત તરીકેનો હવે દરજ્જો અપાયો

ભારતમાં જ્યાં એક તરફ યોગ અને ધર્મને લઇ વિવાદ સર્જાવા પામ્યો છે ત્યાં બીજી તરફ ઇસ્લામિક દેશ સાઉદી અરબમાં હવે યોગને સત્તાવારરીતે રમતની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાઉદ અરબની ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી દ્વારા સ્પોટ્‌ર્સ એક્ટિવિટીઝના ભાગરુપે યોગ શિખવવા માટે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. સાઉદી અરબમાં હવે લાઇસન્સ લઇને કોઇપણ વ્યક્તિ યોગ શિખવી શકશે. ખાસ વાત એ છે કે, નોફ મારવાઈ નામની એક મહિલાને સાઉદી અરબની પહેલી યુવા શિક્ષકાનો દરજ્જો મળી ગયો છે. યોગને રમતના એક ભાગરુપે સઉદીમાં માન્યતા અપાવવાનો શ્રેય પણ નોફને જ જાય છે. નોફે યોગને મત તરીકેની સત્તાવાર મંજુરી આપવામાં આવે તે માટે ખાસ અભિયાન ચલાવ્યું હતું. અરબ યોગા ફાન્ડેશનના સ્થાપક છે.
નોફનું માનવું છે કે, યોગ અને ધર્મની વચ્ચે કોઇપણ પ્રકારનો વિવાદ ન હોવો જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોગને વૈશ્વિક દરજ્જો આપી દર વર્ષે ૨૧મી જૂનના દિવસે વિશ્વભરમાં યોગ દિવસ તરીકે મનાવવા જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

વૈશ્વિક નિયમો કોઇ એક દેશ દ્વારા લખાયેલા ન હોય : ચીન

editor

Americaએ ભારતને સોંપ્યા ૧૦૦ વેન્ટિલેટર

editor

રશિયાના ૬૦ રાજદ્વારીની અમેરિકાથી હકાલપટ્ટી થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1