Aapnu Gujarat
ગુજરાત

બોડકદેવમાં તંત્ર દ્વારા સીલ કરાયેલ દુકાનો ખોલી દેવાઈ

અમદાવાદ શહેરમાં જયા એક તરફ પાર્કિંગની સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે ત્યાં બીજી તરફ શહેરીજનો દ્વારા કરવામા આવતા આડેધડ પાર્કિંગને અંકુશમાં રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર તરફથી શહેરના બોડકદેવ વિસ્તારમાં સીલ કરવામા આવેલી ૨૪ જેટલી દુકાનોના સીલ દુકાનદારો દ્વારા વ્યવસ્થિત સીલ કરવાની બાંહેધરી આપવામા આવ્યા બાદ ખોલી આપવામા આવ્યા છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના નવા પશ્ચિમઝોનમા આવેલા બોડકદેવ વિસ્તારમાં મુખ્ય ઝોન કચેરીની બાજુમા આવેલા મોહિની ટાવર અને કસ્તૂરી ટાવરમાં આવેલી દુકાનોના દુકાનદારો કરવામા આવતા રોડ પરના પાર્કિંગ સહિત કાર સહિતના વાહનોના રિપેરીંગ અને વોશિંગની કાર્યવાહી બંધ કરવા મામલે મ્યુનિસિપલ તંત્ર તરફથી અગાઉ ચેતવણી આપવામા આવી હતી.આમ છતાં આ દુકાનોના માલિકો દ્વારા તેમની આ પ્રવૃત્તિ ચાલુ રાખવામા આવતા એસ્ટેટ વિભાગ બીજી નવેંબરની રાત્રીના સમયે ત્રાટકયુ હતુ જ્યાં આ દુકાનોને સીલ કરવામા આવી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર,તંત્ર તરફથી આ તમામ  દુકાનોના માલિકોને અગાઉ ગત ૭ ઓકટોબરના રોજ નોટિસ આપીને બે દિવસમાં જાહેર રસ્તા ઉપર કોઈપણ પ્રકારના વાહનનું પાર્કિંગ ન કરવામા આવે એ મામલે નોટિસ પણ ફટકારવામા આવી હતી.આમ છતાં જાહેર રોડ ઉપર આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ રાખવામા આવતા એસ્ટેટ વિભાગ દ્વારા દુકાનોને સીલ કરવામા આવી હતી.આ દુકાનોના માલિકોએ રૂપિયા ૧.૨૦ લાખનો ચાર્જ ભરવાની સાથે હવે પછી જાહેર રોડ ઉપર આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામા નહી આવે એ પ્રકારની બાંહેધરી આપતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ ખોલી આપવામા આવ્યા છે.

Related posts

અપહરણ કરાયેલ બાળકને હેમખેમ છોડાવાયો

aapnugujarat

ભાવનગરમાં ૯૪ વર્ષીય દાદાએ કોરોનાને હરાવ્યો

editor

નવા પશ્ચિમ ઝોનમાં કુલ ૨૮ વાંસથી બનાવાયેલી રેસ્ટોરન્ટનું બાંધકામ દુર થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1