Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિમાચલમાં ધરતી કંપના આંચકાથી ભારે દહેશત

હિમાચલપ્રદેશમાં આજે સવારે ભૂકંપના આંચકાના કારણે વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપ સાથે સંબંધિત વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે સવારમાં આ આંચકો આવ્યો હતો. રાજ્યના મંડી જિલ્લામાં આ આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ નોંધાઇ હતી. સવારે ૮.૧૦ વાગ્યાની આસપાસ આ આંચકો આવ્યો હતો. ભૂકંપના કારણે જાનમાલનુ કોઇ નુકસાન થયુ નથી. હિમાચલ પ્રદેશ અર્થક્વેક ઝોન હેઠળ આવે છે. અહીં વારંવાર આંચકા આવતા રહે છે. કાનગરા ખીણમાં વર્ષ ૧૯૦૫માં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેમાં ૨૦૦૦૦થી પણ વધારે લોકોના મોત થયા હતા. હિમાચલ પ્રદેશની સાથે સાથે દેશના કેટલાક ભાગોમાં હાલના મહિનાઓમાં આંચકા આવતા રહ્યા છે. આ આંચકાઓના કારણે ટિકા ટિપ્પણી પણ થતી રહી છે.
ભારતના ભૂકંપ સાથે સંબંધિત વિભાગ દ્વારા આમાં તપાસ કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોની ટીમ અભ્યાસ પણ કરી રહ છે. વિશ્વના દેશોમાં આવતા વિનાશકારી ધરતીકંપની અસર પણ દુરગામી દેશોમાં થાય છે.જેમાં ભારત સામેલ છે. હિમાચલ પ્રદેશમાં ધરતીકંપના આંચકાના કારણે આજે દિવસ દરમિયાન આની ચર્ચા રહી હતી.

Related posts

ભાજપને બદનામ કરનાર વ્યક્તિ અને સંસ્થા વિરુદ્ધ કાયદાકીય પગલા ભરાશે : સીતારમણ

aapnugujarat

મારી હત્યાનું ષડયંત્ર રચાઇ રહયું છે : તેજ પ્રતા૫

editor

સુપ્રીમ કોર્ટે જેલમાં ભીડ ઓછી કરવાનો કર્યો આદેશ

editor

Leave a Comment

UA-96247877-1