Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શાકભાજી સસ્તી : WPI ફુગાવો ૨.૬ ટકા , મોંઘવારી મોરચે રાહત

હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ (ડબલ્યુપીઆઈ) આધારિત ફુગાવાનો વાર્ષિક દર સપ્ટેમ્બર મહિનામાં ૨.૬૦ ટકા થઈ ગયો છે. શાકભાજી સહિત જુદી જુદી ચીજવસ્તુઓની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થતા મોટી રાહત થઈ છે. હોલસેલ ફુગાવો ઓગસ્ટ-૨૦૧૭માં વધીને ૩.૨૪ ટકા થઈ ગયો હતો. જે ચાર મહિનાની ઉંચી સપાટીએ હતો. ગયા વર્ષેની સરખામણીમાં હોલેસલ પ્રાઈઝ ઈન્ડેક્સ આધારિત ફુગાવો હવે હળવો બની રહ્યો છે. આજે જારી કરવામાં આવેલી સરકારના આંકડા આશાસ્પદ દેખાઈ રહ્યા છે. આનાથી સરકારને પણ રાહત થશે. કારણ કે ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં ફુગાવો આ મહિના દરમ્યાન ૨.૦૪ ટકા રહ્યો છે. જે એક વર્ષના આધાર ઉપર ઓગસ્ટ મહિનામાં ૫.૭૫ ટકા હતો. શાકભાજીમાં ફુગાવો સપ્ટેમ્બર મહિનામાં ૧૫.૪૮ ટકા રહ્યો છે. જે અગાઉના મહિનામાં ૪૪.૯૧ ટકા હતો. જોકે ડુંગળીની કિંમતમાં સતત વધારો જારી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં તેમાં ૭૯.૭૮ ટકાના વધારો નોંધાઈ રહ્યો છે. ઈંડા, માંસ, ફિશના ક્ષેત્રમાં કિંમતોમાં વધારાનો દર ૫.૪૭ ટકા રહ્યો છે. આવી જ રીતે મેન્યુફેકચર ચીજ વસ્તુઓમાં ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૨.૪૫ ટકા હતો. જેની સામે આશિક વધીને તે હવે ૨.૭૨ ટકા થયો છે. ફ્યુઅલ અને પાવર સેગ્મેન્ટમાં ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૯.૯૯ ટકાની સામે હવે ઘટીને ૯.૦૧ ટકા થયો છે. ફ્યુઅલ ફુગાવો છેલ્લા બે મહિનામાં ખુબ ઉંચી સપાટીએ રહેતા આને લઈને સરકારની વ્યાપક ટીકા કરવામાં આવી રહી હતી. જેના પરિણામ સ્વરૂપે સરકારને આ મોરચે કેટકાલ નિર્ણય લેવાની ફરજ પડી છે. વૈશ્વિક ક્રુડ ઓઈલમાં સતત વધારાનો દોર જારી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં પણ વધારો નોંધાયો હતો. બીજી બાજુ ઓછા સ્થાનિક ઉત્પાદન પરિણામ સ્વરૂપે વિજ રેટમાં વધારો થયો છે. કઠોરની કિંમતમાં પણ ડિફ્લેશનની સ્થિતિ જોવા મળી છે. આની ટકાવાળી ૨૪.૨૬ રહી છે. બટાકામાં ફુગાવો ૪૬.૫૨ ટકા અને ઘઉંમાં ફુગાવો ૧.૭૧ ટકા રહ્યો છે. જુલાઈ ડબલ્યુપીઆઈ ફુગાવાની ફાઈનલ પ્રિન્ટમાં યથાવત જોવા મળી છે. ૧.૮૮ ટકાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. આ સપ્તાની શરૂઆતમાં પણ ડેટા જારી કરવામાં આવ્યા હતા. જેમાં રિટેલ ફુગાવો સપ્ટેમ્બર મહિનામાં ૩.૨૮ ટકા રહ્યો હતો. શાકભાજી અને અનાજની કિંમતોમાં ઘટાડો થયો હતો. ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો ઓગસ્ટ મહિનામાં ૪.૩ ટકા રહ્યો હતો. માઈનીંગ અને પાવર સેક્ટરમાં શાનદાર દેખાવને લીધે આ સ્થિતિ સર્જાઈ હતી. ગયા બુધવારના દિવસેે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમિટિએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.એસએલઆરને ૦.૫ ટકા ઘટાડીને ૧૯.૫ ટકા કરાયો હતો.

Related posts

ISRO ने रचा इतिहास, PSLV-C49 को 10 उपग्रहों के साथ सफलतापूर्वक किया लॉन्च

editor

સેન્સેક્સમાં ૨૨૨ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

पीएम मोदी ने अपनी संपत्तियों और देनदारियों की साझा की जानकारी

editor

Leave a Comment

UA-96247877-1