Aapnu Gujarat
ગુજરાત

સસ્તા અનાજનાં દુકાનદારોની રાજ્ય વ્યાપી હડતાળની ચીમકી

રાજ્યમાં સસ્તા અનાજની દુકાનદારોએ ફરી વાર રાજ્ય વ્યાપી હડતાળની ચીમકી આપી છે. રાજ્ય સરકારે સસ્તા અનાજના દુકાનદારોને પડતર પ્રશ્નો મુદ્દે બાંહેધારી આપ્યાને પાંચ માસ વીતી ગયા હોવા છતાં કોઈ નિર્ણાયક પગલા ભર્યા નથી. જેથી રોષે ભરાયેલા દુકાનદારોએ આગામી એક ઓક્ટોબરથી રાજ્ય વ્પાયી હડતાળનું એલાન કર્યું છે. સાથે ફેરપ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોશિયેશન દ્વારા વ્યાજબી ભાવની પરમીટનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. એક ઓક્ટોબરથી રાજ્યવ્યાપી હડતાળની ચીમકી પીએમ મોદીના ભાઈ અને એસોશિયએસનના પ્રમુખ પ્રહલાદ મોદી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે રાજ્યમાં ફરીવાર હડતાળનું ભૂંગળ ફૂક્તા અનેક લોકોની મુશ્કેલી આવનારા દિવસોમાં ચોક્કસ પણે વધવાની છે.

Related posts

કડીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

શહેરી વિકાસ માટે ૨૪ હજાર કરોડની બજેટ જોગવાઈ કરાઈ

aapnugujarat

કૃષિ મંત્રી બે દિવસ સુધી જામનગરમાં, સર્કિટ હાઉસ તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક યોજશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1