Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નર્મદા ડેમના લોકાર્પણ પહેલા મધ્યપ્રદેશમાં લોકોનો વિરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કરવાના છે ત્યારે મધ્યપ્રદેશના ભોપાલમાં એક જૂથ વિરોધ કરી રહ્યું છે. લોકોએ મુંડન કરીને પ્રતિકાત્મક મૃતદેહ રાખીને સરકારનો વિરોધ કરી રહ્યા છે. જેમાં સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર પણ હાજર રહ્યા હતા.લોકોનો આક્ષેપ છે કે, ડેમને પગલે બેઘર થયેલા લોકો માટે સરકાર કંઈ કરી રહીં નથી. વિરોધ પ્રદર્શન કરી રહેલા એક વ્યક્તિએ કહ્યું કે, સરકાર લાશ સમાન છે જે કોઈની વાત સાંભળતી નથી. પોતાના અધિકાર અને પુનર્વાસની માંગ સાથે આ અસરગ્રસ્તો આંદોલન પર ઉતર્યા છે. મહત્વનું છે કે, સરદાર સરોવર ડેમ દુનિયાનો સૌથી મોટો બીજા નંબરનો ડેમ છે. નર્મદા નદી પર બનનારા ૩૦ ડેમમાં સરદાર સરોવર અને મહેશ્વર બે સૌથી મોટી ડેમ પરિયોજના છે અને આ બંને પરિયોજનાનો સતત વિરોધ થતો આવ્યો છે. આ બંને પરિયોજનાનો ઉદ્દેશ્ય ગુજરાતમાં દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું અને મધ્યપ્રદેશ માટે વીજળી ઉત્પાદન કરવાનું છે.

Related posts

લાલૂ યાદવ મિડિયાના ડાર્લિંગ બની ગયા છે : નીતિશ

aapnugujarat

પ્રિયંકા ગાંધીને પ્રમુખ બનાવવાની ચિંતન શિબિરમાં માંગ ઉઠી

aapnugujarat

ઉત્તરાખંડમાં ૨૦મી જૂનથી મોનસુનની સિઝન શરૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1