Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ૬૮૨ ટન માટી, કચરાનો કરાયેલ નિકાલ કરાયો

મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સફાઈ કામગીરી આરંભાઈ છે જેના પગલે આજે દિવસમાં ૬૮૨ ટન જેટલા માટી-કચરાનો નિકાલ કરવાની સાથે જ ૫૯૨ લોકોના બ્લ્ડ સ્મીયર લેવામાં આવ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરના વિવિધ છ ઝોનમાં ૪૭ જે.સી.બી, ૨૪ બોબકેટ,૧૦૮ ડમ્પર,૨૫ પાવડીવાળા ટ્રેકટર,૧૮૮ સાદા ટ્રેકટર સાથે છ ઝોનના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૬૮૨ ટન માટી કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.શહેરમાં ૨૨૫૧૫ કિલોગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ કરી ૧૨૯૬ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.૨૯૯૫૦જેટલી કલોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યુ છે આ સાથે જ ૧૨૬ એકમોને નોટિસ આપી પાણીના ૯૯ નમુના લેવામાં આવ્યા છે.રૂપિયા ૨૪,૧૦૦ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં ૪૧૯લીટર મેલેરીયા ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો છે કુલ મળીને ૩૩૯૭૧ ઘરો તથા ૯૮૮૪ઓરડાઓમાં આઈઆરએસની કામગીરી કરવાની સાથે૨૬૨૯૪ ઘરોમાં ફોગીંગ કરી કુલ ૫૯૨ લોકોના બલ્ડ સ્મીયર લેવામાં આવ્યા છે.
શહેરમાં ફોગીંગની કામગીરી માટે કુલ ૭૯૯ વાનફોગ અને ૧૧લીકો મશીનની મદદ લેવામાં આવી રહી છે.આ ઉપરાંત તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી શંકાસ્પદ મેલેરીયા તથા ડેન્ગ્યુ તાવના નમુનાઓ લેવામાં આવી રહ્યા છે.ડોર ટુ ડોરના સર્વે દરમિયાન રેપીડ ટેસ્ટ કીટ દ્વારા પણ નિદાન કરવામાં આવી રહ્યુ છે.

Related posts

જમાઈએ સાસુને છરીનાં ૬ ઘા મારી મોતને ઘાટ ઉતારી

aapnugujarat

अहमदाबाद रेलवे स्टेशन परिसर में प्रवेश द्वार पर बैगेज स्कैनर लगाया जाएगा

aapnugujarat

મહિસાગરમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો ડૂબતા ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1