Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સઘન સુરક્ષા વચ્ચે બાબાના ડેરામાં સર્ચ કામગીરી પૂર્ણ

અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને સાવચેતીના પગલારુપે આજે પણ ડેરા સચ્ચા સૌદાના હરિયાણાના સિરસા નજીક હેડક્વાર્ટરમાં સર્ચ ઓપરેશન આજે સતત ત્રીજા દિવસે હાથ ધરવામાં આવ્યા બાદ મોડેથી સર્ચ કામગીરી પૂર્ણ જાહેર કરાઈ હતી. હવે હાઈકોર્ટને રિપોર્ટ સોંપવામાં આવશે. આજે પ્રક્રિયા વહેલી સવારે શરૂ થઇ ગઇ હતી. મોટી સંખ્યામાં અધિકારીઓ અને સુરક્ષા જવાનો આમા જોડાયા હતા. શનિવારના દિવસે એક ગુફા અને ગુરમિત રામ રહીમ સિંહના ગુપ્ત સ્થળોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. મહિલા શિષ્યોની હોસ્ટેલના ક્વાર્ટરો અંગે પણ માહિતી મળી હતી. તે પહેલા તપાસ દરમિયાન ગેરકાયદે હથિયાર બનાવવાની ફેક્ટરી પકડી પડાઈ હતી. એકે ૪૭ના કારતુસના ખાલી બોક્સ, ફટાકડાઓના જંગી જથ્થાને પણ કબજે કરવામાં આવ્યો હતો. વોકીટોકીનો જથ્થો પણ મળી આવ્યો હતો. રેપના મામલામાં જેલની હવા ખાઇ રહેલા વિવાદાસ્પદ ગુરમીત રામ રહીમના સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના હેડક્વાટર્સમાં વ્યાપક સર્ચ ઓપરેશન આજે ત્રીજા દિવસે પણ યથાવતરીતે જારી રહ્યુ હતુ. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના આદેશ બાદ શુક્રવારના દિવસે શરૂ થયેલા વ્યાપક ઓપરેશન આજે ત્રીજા દિવસે જારી રહેતા તપાસનો દોર રહ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનો, અર્ધલશ્કરી દળના જવાનો અને નાગરિક વહીવટીતંત્રના અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા હતા. ગઇકાલે બીજા દિવસે સર્ચ ઓપરેશન દરમિયાન ડેરામાં એક ગેરકાયદે ફટાકડા ફેક્ટરી મળી આવ્યા બાદ તેને સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં ફટાકડા ઉપરાંત વિસ્ફોટક સામગ્રી કબજે કરવામાં આવી હતી. ઉપરાંત બાબાની ગુપ્ત ગુફાનો પર્દાફાશ પણ કરાયો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન એફએસએલ ટીમ પાસેથી પણ કેટલીક માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. રોહતક, સોનીપત, હિસાર, પાનીપત, કરનાલ સહિતના વિસ્તારોની એફએસએલ ટીમો પહોંચી છે. ઓપરેશનના ભાગરૂપે આઇઆઇટી રોરકીના ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમ દ્વારા એ ગુપ્તાની પણ ચકાસણી કરવામાં આવી હતી જ્યાં મહિલા પર બાબા અત્યાચાર કરતો હોવાનુ બહાર આવ્યુ છે. પ્રથમ દિવસે સવારે નવ વાગે સર્ચ ઓપરેશન શરૂ થયા બાદ સાંજે ૬.૩૦ વાગે સુધી ચાલ્યુ હતુ. બીજા દિવસે પણ કલાકો સુધી આ કામગીરી ચાલુ રહી હતી. સવારે સર્ચ ઓપરેશન શરૂ થયા બાદ સાંજ સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. સર્ચ ઓપરેશન માટે ૧૦ જેસીબી, ૩૬ ટ્રેક્ટર ટ્રોલી, ૬૦ કેમેરા, છ હજાર જવાનોની મદદ લેવામાં આવી હતી. પ્રથમ દિવસે પણ અનેક ચીજવસ્તુઓ મળી આવી હતી. આમાં ટીવી પ્રસારણ સાથે જોડાયેલી ઓબી વેન, નંબર વગરની લેક્સસ કાર, લેબલ વગરની બ્રાન્ડેડ દવાના જથ્થાનો સમાવેશ થાય છે. સાથ સાથે મોટી માત્રામાં રોકડ રકમ, કોમ્પ્યુટર, હાર્ડડિસ્ક અને મોબાઇલો કબજે કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન બે રોકડ ભરેલા મળી આવ્યા હતા.

Related posts

We want a Swachh, Sundar and Surakshit Karnataka: PM Modi

aapnugujarat

બળવાખોરોએ શિવસેનાને તોડવાનું કામ કર્યું છે : UDDHAV THCKERAY

aapnugujarat

જમ્મુ કાશ્મીરમાં એનઆઈએના ૧૧ સ્થળે દરોડા

editor

Leave a Comment

UA-96247877-1