Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૫મી ઓગસ્ટે મદરેસાઓને આદેશ, ત્રિરંગો ફરકાવી રાષ્ટ્રગીત ગાવામાં આવે : યુપી સરકાર

યુપી મદરેસા શિક્ષા પરિષદે રાજ્યની દરેક મદરેસાઓને એક પત્ર દ્વારા આદેશ આપ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ૧૫ ઓગસ્ટે દરેક મદરેસા પર ત્રિરંગો ફરકાવામાં આવે અને રાષ્ટ્રગીત પણ ગાવામાં આવે . આ પત્ર ૩ જુલાઈએ જાહેર કરવામાં આવ્યો છે અને દરેક જિલ્લા અલ્પસંખ્યક કલ્યાણ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે.લેટરમાં ૧૫ ઓગસ્ટ માટેના કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા છે. તે પ્રમાણે સવારે ૮ વાગે ધ્વજવંદન અને રાષ્ટ્રગીત થશે. ૮.૧૦ સ્વતંત્રતા સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.આ સિવાય સ્વતંત્રતા દિવસનું મહત્વ સમજાવવું, રાષ્ટ્રગીતોન કાર્યક્રમ, શહીદો અને સ્વતંત્રતા સંગ્રામ સેનાનિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવશે. લેટરમાં કલ્ચર અને સ્પોટ્‌ર્સ કાર્યક્રમ કરાવવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ લેટરમાં દરેક મદરેસાઓના સંચાલકોને કાર્યક્રમની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાનો આદેશ આપ્યો છે.લેટરમાં કહેવામાં આવ્યું છે કે, કાર્યક્રમની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના આધારે આગામી સમયમાં પણ આ પ્રમાણેના કાર્યક્રમ ઓર્ગેનાઈઝ કરી શકાય છે.
આ લેટર રજિસ્ટ્રાર રાહુલ ગુપ્તા તરફથી જાહેર કરવામાં આવ્યો છે.રજિસ્ટ્રાર રાહુલ ગુપ્તાએ જણાવ્યું છે કે, આ આદેશ સાચો છે. આ પ્રમાણેનો લેટર પહેલી વાર આપવામાં નથી આવ્યો. સમયાંતરે આવા આદેશ આપવામાં આવતા હોય છે. હું મદરેસા શિક્ષા પરિષદનો રજિસ્ટ્રાર છું તો આવો લેટર આપવો મારી જવાબદારી છે. આ વાતને રાજકારણ સાથે ન જોડવી જોઈએ.લખનઉના બીએસએ પ્રવીણ મણિ ત્રિપાઠીએ જણાવ્યું કે, સ્કૂલોમાં ૧૫ ઓગસ્ટે જે કાર્યક્રમો થવાના છે તે વિશે હજુ કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યા નથી. વીડિયો અને ફોટોગ્રાફીના સંબંધમાં પણ કોઈ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો.એશબાગ ઈદગાહના ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ આ આદેશ પર સવાલ ઊભા કર્યા છે.
તેમણે કહ્યું છે કે, ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારથી સતત મદરેસાઓ પર દર વર્ષે જશ્ન-એ-આઝાદી મનાવવામાં આવે છે. ઝંડો ફરકાવ્યા પછી રાષ્ટ્રગીત પણ ગાવામાં આવે છે. આજે આ પ્રમાણેનો નિર્દેશ જાહેર કરવાનો શું અર્થ છે? મદરેસા શિક્ષણ પરિષદના રજિસ્ટ્રારે જણાવવુ પડશે કે શું આ પ્રમાણેનો આદેશ માત્ર મદરેસાઓ માટે જ છે કે સરકારી સ્કૂલો માટે પણ છે? શુ સરકારી સ્કૂલોમાં પણ વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાવવામાં આવશે?

Related posts

NIA संशोधन बिल को राज्यसभा की भी मंजूरी

aapnugujarat

जम्मू-कश्मीर में हालात सामान्य, कुछ ही जगहों पर लगी है पाबंदी : पुलिस महानिदेशक मुनीर खान

aapnugujarat

ઝારખંડમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને થર્ડ જેન્ડર જાહેર કરવામાં આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1