Aapnu Gujarat
ગુજરાત

તાપીમાં આદિવાસી દિવસની રંગેચંગે કરાઈ ઉજવણી

મહત્તમ આદિવાસી વિસ્તાર ધરાવતા એવા તાપી જિલ્લામાં આદિવાસી દિનની ખુબજ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. સયુંકત રાષ્ટ્રીયસંઘ દ્વારા ૯મી ઓગસ્ટ ‘આદિવાસી દિન’ તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લામાં આજ રોજ વિશાળ રેલી કાઢી આદિવાસીઓએ પારંપરિક પહેરવેશ સાથે નાચગાન, ઢોલ નગારા વગાડી પોતાની સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું.
પ્રકૃતિના ખોળે વસવાટ કરતો આદિવાસી સમાજ ૯મી ઓગષ્ટના દિવસે એટલે કે આજે વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવે છે.
રાજ્ય સરકાર દ્વારા પણ દરેક વિધાનસભામાં આ ૯મી ઓગસ્ટે આદિવાસી દિન ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આદિવાસી સમાજ તમામ લોકોએ એકત્ર પોતાના પરંપરાગત વસ્ત્રો પહેરીને ઉજવણી કરશે.આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે એક મોટી રેલી કાઢી જિલ્લાના તમામ વર્ગના આદિવાસી સમુદાયે આદિવાસી દિન ઉજવ્યો હતો. આ દિન સંયુક્ત રાષ્ટ્રીયસંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

Related posts

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત જ્ઞાનની મહાસત્તા બનશે : મુખ્યમંત્રી

editor

કેવડીયામાં વીર સુખદેવ પ્રાથમિક શાળા ખાતે ગુણોત્સવ કાર્યક્રમ ખુલ્લો મુકાયો

aapnugujarat

कांग्रेस ने राष्ट्रविरोधी लोगों से मिलाया हाथ : अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1