Aapnu Gujarat
રમતગમત

રાફેલ નડાલની હવે પ્રથમ ક્રમ ઉપર ચાંપતી નજર કેન્દ્રિત થઇ

રાફેલ નડાલ એટીપી મોન્ટ્રીયલ માસ્ટરમાં રમીને પ્રથમ ક્રમાંક ઉપર પહોંચી જવાની યોજના તૈયાર કરી ચુક્યો છે. પ્રથમ ક્રમાંકિત ખેલાડી એન્ડી મરે ઇજાગ્રસ્ત હોવાથી મોન્ટ્રીયલ માસ્ટર્સમાં રમનાર નથી. આવી સ્થિતિમાં રાફેલ નડાલને પ્રથમ સ્થાન પર પહોંચી જવાની તક રહેલી છે. ફરી એકવાર ટેનિસમાં પ્રથમ ક્રમે પહોંચી જવાની તેની પાસે સુવર્ણ તક રહેલી છે. મોન્ટ્રીયલમાં જો સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલ સેમિફાઇનલ સુધી પહોંચી જશે તો તે ટોપ રેંકિંગમાં એન્ડી મરેને પાછળ છોડી દેશે. મળેલી માહિતી મુજબ રાફેલ નડાલે કહ્યું છે કે, હાલમાં તે રેંકિંગને લઇને વધારે ચિંતિત નથી. માત્ર પોતાના દેખાવમાં સુધારો લાવવાના પ્રયાસમાં છે. ૨૦૦૯માં ટુર્નામેન્ટ રનઅપ જુવાન માર્ટિન ડેલપોટ્રો સામે તેને ત્રીજા રાઉન્ડમાં રમવાની ફરજ પડી શકે છે. અમેરિકન શક્તિશાળી ખેલાડી ઇસનર ઉપર આ ખેલાડીએ સોમવારના દિવસે સીધા સેટોમાં જીત મેળવી હતી. બીજી બાજુ મહિલાઓના વર્ગમાં રોજર્સ કપમાં વિનસ વિલિયમ્સ શાનદાર દેખાવ કરીને આગેકૂચ કરી રહી છે. હાલમાં જ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં વિનસ વિલિયમ્સ સહેજમાં ચેમ્પિયન ટ્રોફીથી વંચિત રહી ગઈ હતી. આ સપ્તાહમાં રમાનાર એટીપી મોન્ટ્રીયલ માસ્ટર્સમાં અન્ય સ્ટાર ખેલાડીઓ પણ રમી રહ્યા છે. નડાલના હરીફ ખેલાડી નોવાક જોકોવિક છેલ્લા ઘણા સમયથી પારિવારિક વિવાદ અને માનસિક સમસ્યાઓના કારણે મુશ્કેલીમાં મુકાયો છે અને તે એક પછી એક મેચોમાં હારી રહ્યો છે. રેંકિંગમાં પણ તે ફેંકાઈ ગયો છે. આવી સ્થિતિમાં નડાલ પાસે ફરી એકવાર પ્રથમ ક્રમે પહોંચી જઈને અને પોતાની કુશળતા પુરવાર કરવાનો સમય રહેલો છે. નડાલ સેમિફાઇનલમાં પહોંચશે કે કેમ તેના ઉપર હવે મુખ્ય સટ્ટો રમાય તેમ માનવામાં આવી રહ્યું છે.

Related posts

T-20 વર્લ્ડ કપ: દુબઈમાં ભારત-પાકિસ્તાન ટકરાશે આમને-સામને

editor

પાકિસ્તાન તો શું ICC પણ BCCIનું કંઈ નહીં બગાડી શકે : શાહિદ આફ્રિદી

aapnugujarat

T20 विश्व कप के मुद्दे पर ICC और BCCI आए आमने- सामने

editor

Leave a Comment

UA-96247877-1