Aapnu Gujarat
ગુજરાત

રાજકોટમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસ વધ્યા, શરદી-ઉધરસના ૨૨૪ દર્દી

જન્માષ્ટનીમાં તહેવારોમાં મેળાની મોજ અને રેસ્ટોરન્ટના મસાલેદાર ખોરાકનો ચટકો લોકોને હવે મોંઘો પડતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તહેવારો બાદ રાજકોટ શહેરમાં રોગચાળોએ અજગરી ભરડો લીધો છે. જેને લઇને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળતા હોય તેવી સ્થિતી સર્જાઇ છે. બીજી તરફ હોસ્પિટલો પણ દર્દીઑથી ઉભરાઇ રહી છે.
રાજકોટમાં તાવ, શરદી અને ઉધરસ સહીત વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. વધતાં કેસોએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. બીજી તરફ રાજકોટમાં છેલ્લા ૮ દિવસમાં ડેન્ગ્યુના ૮ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. વધુમાં મેલેરિયાના ૪ અને ચિકનગુનિયાનો ૧ કેસ તથા શરદી ઉધરસના ૨૨૪ કેસ અને તાવના ૬૩ કેસ તેમજ ઝાડા ઉલટીના ૬૮ કેસ સામે આવ્યા છે . આથી આરોગ્ય તંત્રના અધિકારીઑ પણ ચોંકી ઉઠયા છે અને તાબડતોબ ફોગીંગ સહીતની કાર્યવાહી હાથ ધરી છે. મિશ્રઋતુને પગલે આગામી સમયમાં પણ આ કેસ વધે તેવો ખતરો તોળાઈ રહ્યો છે.
વરસાદી સીઝનને પગલે ઠેર-ઠેર ખાડામાં પાણી ભરાયેલા હોવાથી મચ્છરોનો મોટા પાયે ઉપદ્રવ થઇ રહ્યો છે. જે ને લીધે મચ્છરજન્ય રોગોના કેસો વધી રહ્યા છે આથી રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં રોજ દર્દીઓની લાંબી કતારોના દ્રશ્યો સર્જાઇ છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કેસમાં ૨૦ ટકાનો વધારો તથા વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા હોવાથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે.

Related posts

૨૦૨૨ સુધી દરેક પરિવાર પાસે ઘર હશે : મોદી

aapnugujarat

साबरमती आश्रम की शताब्दी पर ही आश्रमवासियों के उपवास

aapnugujarat

રાજ્યમાં ચારેકોર ઓક્સિજનની બૂમરાણ

editor

Leave a Comment

UA-96247877-1