Aapnu Gujarat
મનોરંજન

કાર્તિક આર્યને પાન મસાલાની જાહેરખબર ઠુકરાવી

’ભૂલ ભૂલૈયા ૨’ના એક્ટર કાર્તિક આર્યને એક ઉદાહરણ રજૂ કર્યું છે. અક્ષય કુમાર, શાહરૂખ ખાન, અજય દેવગણ જેવા મોટા સ્ટાર્સ પાન મસાલાની એડમાં કામ કરીને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ચૂક્યા છે ત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહેલા કાર્તિક આર્યને પાન મસાલાની એડને ઠુકરાવી દીધી છે. આ જાહેરાત માટે કાર્તિક આર્યનને મોટી રકમ મળી રહી હતી તેમ છતાં તેણે કરવાનો ઈનકાર કરી દીધો હતો. કાર્તિકના આ નિર્ણયને ફેન્સ ખૂબ વખાણી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, થોડા દિવસ પહેલા જ કાર્તિક આર્યનને એક ઓફર મળી હતી જે પાન મસાલા બ્રાન્ડની હતી. જોકે, એક્ટરે પાન મસાલા બ્રાન્ડની ઓફરને નકારી દીધી હતી. કથિત રીતે આ વિજ્ઞાપન માટે કાર્તિક આર્યનને ૯ કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા. જોકે, આ મામલે હજી સુધી કાર્તિક આર્યન કોઈ નિવેદન આપ્યું નથી.બોલિવુડ હંગામાના અહેવાલ પ્રમાણે, કાર્તિક આર્યને પાન મસાલાને એન્ડોર્સ કરવા માટે મોટી ઓફર આપવામાં આવી હતી પરંતુ તેણે ના પાડી દીધી. મીડિયા રિપોર્ટ મુજબ, એક એડ ગુરુએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, કાર્તિક આર્યનને પાન મસાલા એન્ડોર્સ કરવા માટે આશરે ૮-૯ કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા. પરંતુ લાગે છે કે કાર્તિક આર્યનના પોતાના સિદ્ધાંતો છે જે આજકાલના કલાકારોમાં જલ્દી જોવા નથી મળતું. મોટી રકમને ના પાડવી સહેલી નથી પરંતુ કાર્તિક આર્યને યૂથ આઈકન તરીકેની જવાબદારીને બરાબર સમજે છે અને સચેત છે.થોડા મહિના પહેલા જ અક્ષય કુમાર એક પાન મસાલા બ્રાન્ડના વિજ્ઞાપનમાં દેખાતાં લોકોએ તેને આડેહાથ લીધો હતો. આ મામલે ખૂબ વિવાદ થયો હતો. જેથી અક્ષય કુમારે જાહેરમાં માફી માગી હતી. સાથે જ વચન આપ્યું હતું કે ભવિષ્યમાં ફરી આવી એડ નહીં કરે. અક્ષય ઉપરાંત શાહરૂખ ખાન અને અજય દેવગણ પણ સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાને હતા.
વર્કફ્રંટની વાત કરીએ તો, કાર્તિક આર્યનની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ’ભૂલ ભૂલૈયા ૨’એ બોક્સઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. હવે કાર્તિક આર્યન ક્રીતિ સેનન સાથે ’શહેઝાદા’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે ’સત્યપ્રેમ કી કથા’ અને ’કેપ્ટન ઈન્ડિયા’ જેવી ફિલ્મો છે.

Related posts

किसी थ्रिलर या सस्पेंस ड्रामा में काम करना चाहती हूं : नुशरत भरूचा

aapnugujarat

નવાબઝાદે ફિલ્મમાં અથિયા શેટ્ટી ચમકશે

aapnugujarat

અનુષ્કા-વિરાટે લંડનમાં ઉજવી છઠ્ઠી વેડિંગ એનિવર્સરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1