Aapnu Gujarat
રમતગમત

ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ કોરોના સંક્રમિત

એશિયા કપ ૨૦૨૨ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બાદ કોચ રાહુલ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. કારણ કે, રાહુલ દ્રવિડ કોરોના પોઝિયિવ થયા છે. ટીમ ઈન્ડિયા આજે જ યુએઈમાટે રવાના થઈ રહી છે. એશિયા કપ આ જ શનિવારે એટલે કે, ૨૭ ઓગષ્ટથી શરૂ થવા રહ્યો છે અને ભારતની મેચ ૨૮ તારીખે છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે તાજેતરમાં જ ખતમ થયેલી સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ પણ બ્રેક પર હતા. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ જે વન-ડે શ્રેણી રમવા માટે ઝિમ્બાબ્વે પહોંચી હતી તેની સાથે નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના ડિરેક્ટર વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે ગયા હતા. કેએલ રાહુલ અને વીવીવીએસ લક્ષ્મણે ઝિમ્બાબ્વે સામે ક્લીન સ્વીપ કર્યું હતું.
એશિયા કપની શરૂઆત ૨૭ ઓગષ્ટથી યુએઈમાં થઈ રહી છે. ભારતનો પ્રથમ મુકાબલો ૨૮ ઓગષ્ટના રોજ પાકિસ્તાન સામે છે. ભારતીય સમય પ્રમાણે આ મેચ સાંજે ૭ઃ૩૦ વાગ્યે છે.
ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીની વાત એ છે કે, રાહુલ દ્રવિડ હવે કોરોના પોઝિટિવ થઈ ગયા છે અને આવી સ્થિતિમાં તેમનું એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સાથે હાજર રહેવું ઘણુ મુશ્કેલ થઈ શકે છે. કારણ કે, તેઓ જ્યાં સુધી તેમનો રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી અને ત્યાર બાદ તેઓ ફીટ નહીં થાય ત્યાં સુધી ટીમ સાથ નહીં જોડાય શકશે. આવી સ્થિતિમાં શું એશિયા કપમાં પણ રાહુલ દ્રવિડના બદલે વીવીએસ લક્ષ્મણ જ ટીમ સાથે ટ્રાવેલ કરશે? આ મોટો સવાલ છે.
એશિયા કપ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા(કેપ્ટન), કે એલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કીપર), દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.

Related posts

टीम मैनेजमेंट की वजह से लिया था संन्यास : युवराज

aapnugujarat

इंग्लैंड के खिलाफ टेस्ट सीरीज के लिए पाक टीम का ऐलान

editor

૨૦૧૮ ફુટબોલ વર્લ્ડકપ ક્વાલિફાઇંગ : સ્પેન આજે વર્લ્ડકપમાં સ્થાન મેળવવાના હેતુ સાથે ઉતરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1