Aapnu Gujarat
ગુજરાત

લીંબડી ખાતે વિકાસ કાર્યોનું કિરીટસિંહ રાણાના હસ્તે લોકાર્પણ કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી નગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું.ગત રવિવારે લીંબડી નગરપાલિકાના પરિસરમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ લોકાર્પણ પ્રસંગે યોજાયેલ સમારંભમાં મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, નગરપાલિકા વિસ્તારના નાગરિકોએ મુકેલ ભરોસો કાયમ ટકી રહે તેવા વિકાસ કાર્યો થઇ રહ્યા છે. અગાઉના પ્રમુખોએ ખૂબ જ સારી રીતે કામગીરી કરી છે. હાલમાં પણ નગરપાલિકા દ્વારા ખૂબ જ સારી રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને નાગરિકોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. નગરપાલિકા ચૂંટાયેલા સદસ્યો સક્રિય રીતે નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોને ધ્યાને લઇને ફરિયાદોનું નિરાકરણ લાવી રહ્યા છે તે બદલ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ અભિનંદન પાઠવ્યા હતા.વધુમાં મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ઉનાળાની સીઝનમાં પીવાના પાણીની કોઇ તકલીફ ઉભી ન થાય તે માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ગામડાઓમાં અને શહેરી વિસ્તારોમાં પાણી વિતરણની વ્યવસ્થા સુચારુ રીતે જળવાઇ રહે તે માટેની યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૫ કરોડ રૂપિયાના રોડના કામો પૂર્ણ થયેલ છે અને ૧ કરોડ રૂપિયાના કામો પ્રગતિમાં છે જ્યારે ૪.૫ કરોડના કામોના ટેન્ડર તથા ૫.૫ કરોડનું આયોજન કરેલ છે.મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના હસ્તે એમ્બ્યુલન્સ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહન, રોડ સ્વીપર મશીન, શબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૪૫ લાખ રૂપિયાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રોડ, ગટર, લાઇટ, ટ્રી ગાર્ડ જેવા કામો પ્રજાને અર્પણ કર્યા હતા. લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશ શેઠ, લીંબડી નગરપાલિકા ઉપપ્રમુખ ગીતા મકવાણા, સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ સહિત લીંબડી નગરપાલિકાના સુધરાઇ સભ્યો તેમજ પૂર્વ સુધરાઇ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કોરોનાની ચેઇનને તોડવા એક સપ્તાહનું લોકડાઉન જરૂરી

editor

૨૬મીએ મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમનું આયોજન : ભુપેન્દ્ર યાદવ

aapnugujarat

હવે ૩૬૫ દિવસ પહેલા ગમે ત્યારે લાઇસન્સ રિન્યુ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1