Aapnu Gujarat
Uncategorized

ફરાર થઇ ગયેલી બાંગ્લાદેશી યુવતીને સિક્યુરિટી ગાર્ડ સાયકલ પર લઇ ગયો,

નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થયા બાદ લાપત્તા થયેલી બાંગ્લાદેશી યુવતીને મદદરૃપ થયેલા સિક્યુરિટી ગાર્ડને પોલીસે શોધી કાઢી તેની પૂછપરછ કરી છે

News Detail
નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થયા બાદ લાપત્તા થયેલી બાંગ્લાદેશી યુવતીને મદદરૃપ થયેલા સિક્યુરિટી ગાર્ડને પોલીસે શોધી કાઢી તેની પૂછપરછ કરી છે. રેલ્વે પોલીસના હાથે ટ્રેનમાંથી પકડાયેલી ત્રણ બાંગ્લાદેશી યુવતીઓ પાસે ભરૃચના એક સરખા સરનામા વાળા ત્રણ બોગસ પાસપોર્ટ મળી આવતાં ત્રણેયને તા.૧૧મીએ નિઝામપુરાના નારી સંરક્ષણ ગૃહમાં લવાઇ હતી.પરંતુ,તા.૧૫મીએ ત્રણેય યુવતીઓ નારી સંરક્ષણ ગૃહની ૧૦ થી ૧૨ ફૂટની દીવાલ ઓળંગીને ફરાર થઇ ગઇ હતી. આ પૈકી રાતે ૩ વાગ્યાના અરસામાં ભાગેલી મૌસમી અને પોપી બેગમ નામની બંને યુવતીઓ રાજકોટથી ઝડપાઇ હતી.પરંતુ આ બંને યુવતીઓ ભાગ્યા બાદ એક કલાક પછી વહેલી સવારે ચારેક વાગે ભાગેલી ત્રીજી બાંગ્લાદેશી યુવતી યાસ્મિન મુસ્લિમનો હજી કોઇ પત્તો નથી.જેથી ફતેગંજ પોલીસ,ક્રાઇમ બ્રાન્ચ,એસઓજી અને પીસીબીની ટીમો તેને શોધી રહી છે. ફતેગંજ પોલીસની તપાસ દરમિયાન યાસ્મિન એક સિક્યુરિટી ગાર્ડની સાયકલ પર જતી દેખાઇ છે.જેથી પોલીસે ગાર્ડને શોધી પૂછપરછ કરી છે.ગાર્ડે કહ્યું હતું કે,યુવતીને સ્ટેશન જવું હતું અને તેથી તેણે સાયકલ પર બેસાડી પંડયા બ્રિજ છોડી હતી.તેણે યુવતીને રૃ.૨૦ પણ આપ્યા હતા. રેલ્વે સ્ટેશનના ફૂટેજની તપાસ માટે ટીમ કામે લાગી પંડયા બ્રિજ પાસે ઉતરી ગયા બાદ બાંગ્લાદેશી યુવતી રેલ્વે સ્ટેશન પહોંચી હોય તેવી આશંકા સેવાઇ રહી છે. સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશી યુવતી સિક્યુરિટી ગાર્ડની સાયકલ પર બેસી પંડયા બ્રિજ પહોંચ્યા બાદ સુરત કે મુંબઇ જવા માટે રેલ્વે સ્ટેશને પહોંચી હોય તેમ મનાય છે. જેથી પોલીસે તા.૧૫મીની રાતે ચાર વાગ્યા પછીના સીસીટીવી ફૂટેજની તપાસ શરૃ કરી છે.

Related posts

પાકિસ્તાની બોટ સાથે ૯ પાક. માચ્છીમારોની અટકાયત

aapnugujarat

ભારતીય વહીવટ સેવા (આઈ. એ. એસ.)નાં ૧૮ પ્રોબેશનલ આઇ.એ.એસ. અધિકારીઓ ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે

aapnugujarat

આગના ચાર બનાવોમાં ૧૫ લાખ લિટર પાણીનો વપરાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1