Aapnu Gujarat
ગુજરાત

પીપાવાવ રેલ્વે પર સિંહોના મૃત્યુ ધટાડવા સીસીટીવી કેમેરા લગાવવા અનુરોધ

સુરેશ ત્રિવેદી , ભાવનગર

બરફટાણા -પીપાવાવ 17 કીમી રેલવે ટ્રેક પર સાત ફૂટ ઉંચી વાયર જાળી નાંખી હોવા છતાં 20 જેટલાં સિંહના ફેબ્રુઆરી સુધીમાં મોત થયાં હતાં, જેમાં 12 મોટાં સિંહ હતાં. આ અંગે અખિલ ભારતીય વ્યન્યપ્રાણી બોર્ડના સભ્ય શ્રી એચ.એસ.સીંગ આ વિસ્તારના મુલાકાતે આવ્યા હતાં. તેમણે આપેલા અહેવાલ મુજબ આ 17 કીમી  એરિયામાં 150 જેટલાં ખેડૂતો માટે આ ફેન્સીંગમાં દરવાજા મુકવામાં આવ્યાં છે તેથી જ્યારે પણ એ દરવાજાઓ ખુલ્લા હોય છે ત્યારે સિંહ તેમાંથી રેલવે ટ્રેક પર આવી જાય છે. પછી તેને બહાર નીકળવાની જગ્યા મળતી નથી. તેથી રેલવેમાં કચડાઈને મોતને ભેટે છે.150 કી.ગ્રા.વજનનો સિંહ 7 ફૂટ જાળી કુદી ન શકે.

            રાજ્ય સરકારના જણાવ્યાં મુજબ હવેથી આખો વિસ્તાર ઈલેક્ટ્રીકલાઇનમા ફેરવાઈ  રહ્યોં છે તેથી આ લાઈનમાં માલગાડીની ઝડપ 80 કિમી અને મુસાફર ટ્રેનની ઝડપ 100 કિમી હોય છે. આ ટ્રેનને બ્રેક લાગતા 28 સેકન્ડ સમય જરૂર પડે છે હાલ આ ટ્રેનની ગતિ મર્યાદા અહીં માત્ર 45 કિલોમીટર છે પરંતુ જો ઇલેક્ટ્રિકથી ટ્રેન ચાલે તો આટલી ગતિ મર્યાદા રાખવી શક્ય નથી. તેથી જો સમગ્ર વિસ્તારમાં સી.સી. ટી.વી કેમેરા મુકવામાં આવે અને તે કેમેરા ટ્રેનના ડ્રાઈવરને દેખાતા હોય તો સિંહને  જોવામાં આવે તો ટ્રેન ઉભી રાખી દેવા માટે જોગવાઈ કરવામાં આવે તો સિંહના અપમૃત્યુ થતાં અટકાવી શકાય.આ માટે રાજ્ય સરકાર અને રેલવે વિભાગ દ્વારા પરામર્શ ચાલુ છે. કુલ 289 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઈલેક્ટ્રીફિકેશનની લાઈન શરૂ કરવામાં આવેલ નથી. ભાવનગર જિલ્લા સિંહદિવસના  જિલ્લા સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર અને  સિંહપ્રેમીઓ આ બધી બાબતોને સત્વરે ગંભીરતાથી વિચારવા રાજ્ય સરકારને અનુરોધ કરેલ છે.

Related posts

धानेरा शहर से १२,५५० मैट्रिक टन घन कचरे का निकाल

aapnugujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૭ સ્થળોએ જાહેર યોગાભ્યાસનું આયોજન

aapnugujarat

૧૪૨ કરોડના ખર્ચે સોલા સિવિલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરાશે તબદીલ નીતિન પટેલની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1