Aapnu Gujarat
મનોરંજન

ત્રણ ખાનની સાથે કામ કરવું જરૂરી : તાપ્સી

હજુ સુધી તાપ્સી પન્નુની મોટા ભાગની ફિલ્મો બોલિવુડમાં સુપરહિટ રહી છે. પિંક અને નામ શબાનામાં શાનદાર ભૂમિકા અદા કર્યા બાદ તાપ્સીની ચર્ચા બોલિવુડમાં જોવા મળે છે. તેની પાસે શાનદાર અને મોટી ફિલ્મો આવી રહી છે. તે હવે ડેવિડ ધવનની ફિલ્મ જુડવા-૨ ફિલ્મમાં વરૂણ ધવન સાથે નજરે પડનાર છે. હાલમાં મળેલી માહિતી મુજબ આ ફિલ્મમાં સલમાન ખાન પણ ટુંકી ભૂમિકામાં નજરે પડનાર છે. પોતાની વાત સ્પષ્ટરીતે રજૂ કરવામાં વિશ્વાસ ધરાવનાર તાપ્સી માને છે કે બોલિવુડામાં કોઇ પણ અભિનેત્રી માટે ત્રણેય ખાન સાથે કામ કરવુ જરૂરી છે. મિડિયા સાથે વાત કરતા તાપ્સીએ કહ્યુ છે કે એવા કલાકારો સાથે કામ કરવાની જરૂર હોય છે તે અભિનેતા એ અભિનેત્રીઓની માર્કેટ વેલ્યુ વધારે હોય છે. આમાં બોલિવુડના ત્રણ ખાનનો પણ સમાવેશ થાય છે. તેમની માસ અપીલ હોય છે. જેથી નવા કલાકારો પણ ચમકી જાય છે. સલમાન ખાન સાથે પોતાની મુલાકાત અંગે વાત કરતા તાપ્સીએ કહ્યુ છે કે ફિલ્મના ગીતના શુટિંગ વેળા તે સલમાનને મળી હતી. તાપ્સીને બોલિવુડની ઉભરતી અભિનેત્રી તરીકે ગણવામાં આવે છે. છતાં પણ તે મોટા સ્ટાર સાથે કામ કરવામાં ભય અનુભવ કરે છે. અમિતાભ બચ્ચનની સાથે તાપ્સીએ શાનદાર ભૂમિકા અદા કરી હતી. પિન્ક ફિલ્મની ચારે બાજુ પ્રશંસા થઇ હતી. ડેવિડ ધવનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ જુડવા-૨ ફિલ્મ ૨૯મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવી રહી છે. મોટા સ્ટાર સાથે કામ કરવા માટે તાપ્સી હમેંશા ઉત્સુક રહે છે. જોકે તેને હવે તક મળી શકે છે. તાપ્સી જુડવા-૨ને લઇને ભારે આશાવાદી છે. તેની સાથે ફિલ્મમાં જેક્લીન પણ કામ કરી રહી છે.

Related posts

असल जिंदगी में कैसी दिखती हूं, इसकी चिंता नहीं करती : श्रद्धा कपूर

aapnugujarat

હું લગ્નમાં પૈસા લઇને ડાંસ ના કરી શકું : જૉન અબ્રાહમ

aapnugujarat

જ્હાન્વી કપુરની નવી ફિલ્મ ૨૦મી જુલાઇના દિવસે રજૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1