Aapnu Gujarat
મનોરંજન

પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ કોર્ટે શર્લિન ચોપડાની જામીન અરજી ફગાવી

રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મ કેસમાં જ્યાં એક તરફ મુંબઈ ક્રાઈમ બ્રાંચ તરફથી નવા-નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ મુંબઈ સેશન કોર્ટે એક્ટ્રેસ શર્લિન ચોપડાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા સંબંધિત પોર્નોગ્રાફી કેસમાં શર્લિન ચોપડાની આગોતરા જામીન અરજીને ફગાવી છે.
પોર્નગ્રાફી રેકેટ કેસમાં ઉદ્યોગપતિ રાજ કુંદ્રા પહેલાથી જ સળિયા પાછળ છે. પોલીસે આ કેસમાં શર્લિન ચોપરાનું નિવેદન નોંધ્યું છે, ત્યારબાદથી શર્લિન તેની ધરપકડથી ડરતી હતી. આને કારણે, શર્લિનએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને હવે કોર્ટે ફગાવી દીધી છે. શર્લિન વતી, તેના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે અભિનેત્રી ધરપકડથી ડરતી નથી, તે ફક્ત પોતાનો બચાવ કરી રહી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ સેલે શર્લિન ચોપડાને સમન્સ પાઠવીને પૂછપરછ કરવા જણાવ્યું છે. શર્લિન સાથે ગેહના વશિષ્ઠને પણ બોલાવવામાં આવી હતી. બંને અભિનેત્રીઓ પોલીસ સમક્ષ હાજર થઈ ન હતી અને વધુ કેટલાક દિવસો માંગ્યા હતા. શર્લિન ચોપડા પોલીસ સમક્ષ જુબાની આપવાનું ટાળી શકે છે, પરંતુ મીડિયાની સામે શર્લિન રાજ કુંદ્રા ઉપર ગંભીર આક્ષેપો કરે છે.
બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. તેની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. ધરપકડ અને કાયદાકીય ગૂંચવણમાં ફસાયા બાદ રાજ કુન્દ્રા અને તેની એપ હૉટશૉટ્‌સની વિરુદ્ધના કેટલાય ખુલાસા સામે આવી રહ્યાં છે. આ દરમિયાન રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી પર સેબીએ પણ કાર્યવાહી કરી છે. આ બંનેની સાથે વિયાન ઈન્ડસ્ટ્રીઝે પણ શેર કારોબારોમાં ઈનસાઈડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘન બદલ દોષી માન્યા છે અને તેના પર ૩ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Related posts

Brad Pitने नस्लभेदी न्याय के लिए 10 लाख डॉलर दान किए

editor

दयालुता के बारे में सोचने पर आता है बहन का ख्याल : जूलिया

aapnugujarat

ખરેખર…સલમાન ખાન-કેટરીના કૈફ લગ્ન કરશે..!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1