Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાજકીય શક્તિ

રાજકીય શક્તિ
અનુસુચિત જાતિઓ જો કૉંગ્રેસમાં ભળી જાય તો તે રાજકીય શક્તિ પ્રાપ્ત કરી શકે નહીં. કૉંગ્રેસ એ તો ખૂબ જ મોટું સંગઠન છે, અને જો આપણે તેમાં ભળી જઈએ તો સરોવરમાં જેમ પાણીનું એક ટીપું નાંખવામાં આવે એવું થાય, કૉંગ્રેસમાંના લોકો ખૂબ જ અહંકારી છે. એ સંગઠનમાં ભળીને તમે સંગઠનના ઉચ્ચ હોદ્દા પર પહોંચી શકતા નથી. તમે જો કૉંગ્રેસમાં સામેલ થાવ તો તેનાથી માત્ર તમારા શત્રુની શક્તિ વધે છે.
કૉંગ્રેસ એ એક બળતું ઘર છે અને તેમાં તમે ભળી જઈને તમારું કોઈ જ કલ્યાણ સાધી શકશો નહીં. બે-ચાર વર્ષ પછી કૉંગ્રેસનું આ ઘર નાશ પામશે તો તેનું મને આશ્ચર્ય નહીં થાય. સમાજવાદીઓ કૉંગ્રેસમાંથઈ નીકળી ગયા છે, કૉંગ્રેસમાં દરેક જૂથમાં ફૂટ છે. આ રીતે દિવસે દિવસે કૉંગ્રેસની શક્તિ નબળી થતી જશે એવું લાગે છે. શિડ્યુલ્ડ કાસ્ટસ ફેડરેશનની કૉન્ફરન્સ તા.૨૫ એપ્રિલ, ૧૯૪૮ના રોજ લખનૌ ખાતે મળી હતી. આ કૉન્ફરન્સમાં લખનૌની બેકવર્ડ ક્લાસીસ લીગના નેતાઓ પોતાના લોકોની સાથે જોડાયા હતા અને તેમની વિનંતીને કારણે ડૉ. બાબાસાહેબ આંબેડકરે પછાત વર્ગોના લોકોના હિતની ખાતર પણ પોતાની બુહુમૂલ્ય સમ્મતિ પ્રદાન કરી હતી.
(તા. ૨૫ એપ્રિલ, ૧૯૪૮ના રોજ લખનૌ ખાતે શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનની મળેલ કૉન્ફરન્સમાં)

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

મન અપ્રતિરથ

editor

MORNING TWEET

aapnugujarat

પંજાબની પુત્રી, યુપીની વહુ અને દિલ્હીની દમદાર નેતા શીલા દીક્ષિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1