Aapnu Gujarat
શિક્ષણ

ધો.૧૦ના પરિણામની ગણતરીમાં ગોટાળા હશે તો સ્કૂલની માન્યતા રદ કે દંડ કરાશે

ધો.૧૦ના પરિણામ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરી દેવાયા છે ત્યારે પરિણામ તૈયાર કરવા માટે બોર્ડે સ્કૂલની ગેરરીતિ જણાશે તો માન્યતા રદ કે દંડ કરવા સુધીના પગલા લેવાની પણ ચીમકી આપી છે. જાે કે પરિણામ તૈયાર કરવાની તમામ સત્તા આચાર્યને જ મળશે.બોર્ડે પગલાં લેવાની જાેગવાઈ તો કરી છે પરંતુ પરિણામ તૈયાર કરવામાં તમામ સત્તા આચાર્યની જ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં ખાસ એ જાેગવાઈ કરાઈ છે કે સ્કૂલ દ્વારા નક્કી કરાયેલા ધારા ધોરણો, માપદંડોથી વિરૃદ્ધ પોતાની રીતે પરિણામ તૈયાર કરશે અથવા નિયમોનું પાલન નહી થયું હોય તો સ્કૂલની માન્યતા રદ થશે અથવા તો સ્કૂલને દંડ કરાશે અથવા આવી સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ રોકી દેવામાં આવશે.મહત્વનું છે કે બોર્ડ દ્વારા માસ પ્રમોશનના જાહેર કરવામાં તો આવ્યા છે પરંતુ તેમાં તમામ સત્તા આચાર્યને જ રહેલી છે. જે પરીક્ષાના માર્કસ ગણવાના છે તે તમામ સ્કૂલ લેવલની છે અને સ્કૂલ દ્વારા જ ધો.૯-૧૦ની પરીક્ષાના માર્કસ નક્કી થતા હોય પરિણામ તૈયાર કરવામા આચાર્ય લેવલે માર્કસ વધારવાની ગેરરીતિ થઈ શકે છે.ધો.૯નુ પરિણામ તો જાહેર થઈ ગઈ હોય અને ગુણપત્રકો અપાઈ ગયા હોઈ પરંતુ ધો.૧૦ની પ્રથમ સત્રની અને એકમ કસોટીના માર્કસ તો હજુ સ્કૂલો પાસે જ અને ગુણપત્રક બન્યા નથી ત્યારે ધો.૧૦ની પ્રથમ સત્રની પરીક્ષાના ૩૦ ગુણ અને એકમ કસોટીના ૨૫ ગુણમાં સ્કૂલ લેવલે ગોટાળા થઈ શકે છે. જાે કે બોર્ડ દ્વારા ગેરરીતિ માટે કડક પગલા લેવા આદેશ કરવામા આવ્યો છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ના માસ પ્રમોશન માટેના જે નિયમો જાહેર કરવામા આવ્યા છે તે મુજબ ધો.૯ અને ૧૦ની સ્કૂલોની પરીક્ષાના આધારે પરિણામ તૈયાર થનાર છે પરંતુ જાે કોઈ વિદ્યાર્થીએ એકય પરીક્ષા નહી આપી હોય તો પણ સંપૂર્ણ કૃપા ગુણ એટલે કે ગુણ તુટ ક્ષમ્યથી પાસ કરી દેવાશે.બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં ગુણ તુટ ક્ષમ્ય ગુણવાની જાેગવઈ મુજબ વિદ્યાર્થીને પાસ થવામાં ખુટતા ગુણની તુટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવવામા આવશે. વિષયદીઠ બોર્ડના ૮૦માંથી અને સ્કૂલના ૨૦માંથી ખરેખર મેળવેલ ગુણ અપલોડ કર્યા બાદ જે વિદ્યાર્થીને પાસ થવામા જેટલા ગુણ તુટતા હશે તે ગુણ તુટ માફ કરીને પાસ જાહેર કરાશે.ઉપરાંત શાળાએ સિદ્ધિ ગુમ,કૃપા ગુણ કે કોઈ પણ પ્રકારના ગુણ તુટની ગુણતરીને બદલે નિયત માપદંડો એ,બી,સી અને ડી મુજબ વિદ્યાર્થીએ મેળવેલ ખરેખર ગુણ જ ગણતરીમા લેવાના રહેશે.શાળાએ પાસ થવા માટે ખુટતા ગુણ આપવાના નથી.ખુટતા ગુણ માત્ર બોર્ડ દ્વારા જ અપાશે. જે વિદ્યાર્થીને ૩૩ ટકાથી ઓછા ગુણ આવે તને બોર્ડ દ્વારા ખુટતા ગુણ આપી પાસ જાહેર કરાશે અને આવા વિદ્યાર્થીઓની માર્કશીટમાં ડી ગ્રેડ જ દર્શાવાશે.જાે વિષયદીઠ પાસ થવા ઓછા ગુણ હશે તો ફુંદડી દર્શાવીને ગુણ તુટ ક્ષમ્ય ગણવામા આવેલ છે તેમ દર્શાવાશે ખુટતા ગુણ તરીકે અપાયેલા ગુણ કુલ ગુણમાં સમાવિષ્ટ નહી થાય. ઉપરાંત કોરોનાની ખાસ સ્થિતિને લઈને વર્ષ ૨૦૨૧ની ધો.૧૦ની પરીક્ષામાં દરેક વિષયમાં જાે ૮૦માંથી ૨૬ અને ૨૦માંથી ૭ ગુણ વિદ્યાર્થીએ મેળવેલા નહી હોય તો પણ માસ પ્રમોશનના કારણે પાસ જાહેર કરવામા આવશે.આવા વિદ્યાર્થીઓની માર્કશીટમાં પરિણામના ખાનામાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ દર્શાવાશે.જ્યારે નક્કી કરાયેલા એ,બી,સી અને ડીમાં કોઈ પણ એક માપદંડમાં કે એક કરતા વધુ માપદંડમાં ઉમેદવાર ગેરહાજર હોય એટલે કે વિદ્યાર્થીએ એક કે એક કરતા વધુ પરીક્ષા આપી નહી હોય તો આવા કિસ્સામાં શૂન્ય ગુણ દર્શાવવાના રહેશે.પરંતુ એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં વિદ્યાર્થી ઉપસ્થિત ન હોય એટલે કે પરીક્ષામા ગેરહાજર હોય તેવું બને ત્યારે આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ જહેર કરવાના હોવાથી બોર્ડ દ્વારા તમામ ખુટતા ગુણ આપી પાસ જાહેર કરાશે.
બોર્ડે જાહેર કરેલી સૂચના-નિયમો
ધો.૧૦ની પ્રથમ સત્ર અને એકમ કસોટી સાથે ધો.૯ની બંને સત્રની પરીક્ષાના માર્કસ પ્રો રેટા મુજબ ગણાશે
નિયમિત વિદ્યાર્થી માટે ૩૩ ટકાએ પાસ થવાના સ્ટાન્ડર્ડમાં ૮૦માંથી ૨૬ અને સ્કૂલના ૨૦માંથી ૬ ગુણ લાવવાના રહેશે
બોર્ડના નક્કી ચાર માપદંડો મુજબ એક માપદંડ પુરો ન થાય કે પરીક્ષા નહી આપી હોય કે ૩૩ ટકા ગુણન હોય તો પણ ગુણ તુટ ક્ષમ્ય ગણી બોર્ડ પોતાની રીતે કૃપા ગુણથી પાસ જાહેર કરશે
ધો.૧૦ના પરિણામ તૈયાર કરવાની અને તેના રેકર્ડની જવાબદારી શાળા આચાર્યની રહેશે.સ્કૂલે તૈયાર કરેલ પરિણામનો રેકોર્ડ અને લીધેલ આધારોને રેકોર્ડ પાંચ વર્ષ સુધી રાખવાનો રહેશે.દરેક સ્કૂલે પરિણામના આધાર માટે લીધેલ ડોક્યુમેન્ટ કે આધાર પર સ્કૂલ રિઝલ્ટ સમિતિના સભ્યોની સહી લેવાની રહેશે.
બોર્ડ કે ડીઈઓ તમામ રેકોર્ડ-ડોક્યુમેન્ટ ત્યારે વેરિફિકેશન માટે આપવના રહેશે
દરેક સ્કૂલે પરિણામના આધારોની પ્રમાણિત નકલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રજૂ કરવાની રહેશે
બોર્ડ દ્વારા દરેક ડીઈઓ પાસે સ્કૂલે ઉપયોગમાં લીધેલા પરિણામના રેકોર્ડ-દસ્તાવેજાેની ખરાઈ કરાવવામા આવશે.
બોર્ડની સૂચના મુજબ પરિણામ તૈયાર ન કરનારી સ્કૂલ સામે પગલા લેવાશે
માસ પ્રમોશનથી જાહેર કરવાના હોવાથી પુરક પરીક્ષા નહી લેવાય
બોર્ડ દ્વારા મુખ્ય જાહેર પરીક્ષા ન લેવાઈ હોઈ અને તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

Related posts

આદિવાસી ગામના યુવાનને મળી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રીસર્ચ કરવાની તક

aapnugujarat

ICSE શાળામાં ધો. ૯ અને ૧૧ પરીક્ષા બોર્ડ લેશે

aapnugujarat

સીએના ૫૨૯ સ્ટુડન્ટસને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1