Aapnu Gujarat
મનોરંજન

ઇશાના ટોપલેસ ફોટોની હાલ ચારેબાજુ ચર્ચા

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તાએ હવે ટેટુ ડે પર પોતાના ટોપલેસ ફોટોઓ પોસ્ટ કરતા તેની ભારે ચર્ચા જોવા મળી રહી છે. તેના સેક્સી ફોટોની ચર્ચા સામાન્ય ફિલ્મી ચાહકોમાં પણ જોવા મળે છે. તે ફરી એકવાર એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. અક્ષય સાથે હાલમાં રૂસ્તમ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેલી ઇશા ગુપ્તા હવે કેરિયરમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ રહી છે. તેની રૂસ્તમ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી ગયા બાદ હવે ઇશા ગુપ્તા ખુબ છે. જો કે તે હજુ પણ વધુ એક ફિલ્મ અક્ષય કુમાર સાથે કરવા માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે તે હવે તેની બોલિવુડ કેરિયરને લઇને સંતુષ્ટ છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર સાથે તે ફિલ્મમાં અભિનેત્રી તરીકે ભૂમિકા કરવા માંગે છે. રૂસ્તમના સંબંધમાં વાત કરતા ઇશાએ કહ્યુ છે કે આ ફિલ્મ શરૂઆતથી તેને ગમી ગઇ હતી. રાજ-૩ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રીએ કહ્યુ છે કે તે પહેલાથી જ અક્ષય કુમારની મોટી ચાહક રહી છે. બોલિવુડમાં તે પ્રવેશી ગઇ તે પહેલાથી જ તે અક્ષય કુમારની ફિલ્મોને પસંદ કરતી રહી છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર ફિલ્મમાં તેના માટે ગીત ગાય, તે સાડી પહેરીને અક્ષય કુમારની અભિનેત્રી તરીકે દેખાય તેવી તેની ઇચ્છા છે.  ઇશા ગુપ્તા બોલિવુડમાં છેલ્લા ઘણા સમયથી છે પરંતુ તેને નાની નાની ભૂમિકા જ મળી છે. તેની છાપ એક સેક્સ સિમ્બોલ અભિનેત્રી તરીકે રહી છે. હાલના દિવસોમાં તેની પાસે કેટલીક સારી ઓફર આવી છે. જેમાં હાલમાં તેની પાસે જે ફિલ્મ છે તેમાં અજય દેવગનની ફિલ્મ બાદશાહોનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તે અજય દેવગન અને ઇમરાન હાશ્મી સાથે નજરે પડનાર છે. આ ફિલ્મમાં તેની સાથે ઇલિયાના ડી ક્રુઝ ફરી એકવાર નજરે પડનાર છે.

Related posts

દોસ્તાના -૨ ફિલ્મ બને તેવી અભિષેક બચ્ચન ઇચ્છા

aapnugujarat

વીરે દી વેડિંગની સિક્વલ બનશે

aapnugujarat

પરિણીતી સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા માંગતી હતી

editor

Leave a Comment

UA-96247877-1