Aapnu Gujarat
ગુજરાત

કેન્દ્રીય મંત્રીશ્રી થાવરચંદ ગેહલોત, પ્રદેશ પ્રભારીશ્રી ભુપેન્દ્રજી યાદવ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં “પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા”ની પ્રદેશ બેઠક યોજાઈ

પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યાના જણાવ્યાનુસાર  શ્રીકમલમ્‌, ગાંધીનગર ખાતે પ્રદેશ  અનુસૂચિત જાતિ મોરચાની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રીશ્રી થાવરચંદ ગેહલોતે કેન્દ્રમાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં સન્માનમાં થયેલા કાર્યો તેમજ પ્રજાકલ્યાણનાં કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી થાવરચંદ ગહેલોતે વધુમાં જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અત્યાચાર અધિનિયમમાં જે વિસંગતા દૂર કરીને વધુ અસરકારક અને મજબૂત કાયદો બનાવવાનું શ્રેય તેમજ ડૉ. આંબેડકર પંચતીર્થને વિકાસ કરવાનું ભગીરથ કાર્ય ભાજપાની સરકારમાં કરવામાં આવેલ છે. ભાજપા શાસનમાં અનુસૂચિ આયોગ અને અનુસૂચિ જનજાતિ આયોગને અલગ દરજ્જો આપવામાં આવ્યો હતો. આજ દિશામાં ઓબીસી આયોગને સંવૈધાનિક દરજ્જો આપવાનું બીલ લોકસભામાં ૨/૩ બહુમતીથી ૫સાર થયું પરંતુ કેટલાક વિકૃત રાજનીતિ કરતાં લોકોએ અવરોધ ઉભા કર્યા, પરંતુ આવનારા સમયમાં રાજ્યસભામાં પૂર્ણ બહુમતથી આ બીલ પસાર થશે અને ઓબીસી આયોગને સંવૈધાનિક દરજ્જો પ્રાપ્ત થશે, તેવી પ્રેરક માહિતી કાર્યકરોને પૂરી પાડી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકો માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પ્રજાકલ્યાણની યોજનાથી છેવાડાના માનવી સુધી ભાજપાની વિચારધારા પહોંચી છે. 

સમાજ કલ્યાણ મંત્રીશ્રી આત્મારામભાઈ પરમારે પ્રેરક ઉદ્‌બોધનમાં રાજ્ય સરકારની વિવિધ દલિતોદ્ધાર યોજનાની માહિતી આપી તેમજ સેવાસેતુનાં માધ્યમથી છેવાડાનાં માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચી છે. પરિણામસ્વરૂપ ભાજપાનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે.

રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી વી. સતીષજીએ મોરચાની જવાબદારી પક્ષમાં અને સમાજમાં શું છે તેની વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. આંબેડકરે જે દિશામાં કાર્ય કરીને દલિત સમાજમાં સંચાર કર્યો તે દિશામાં કેન્દ્રમાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રજાકલ્યાણના કાર્યો તેમજ, ડૉ. બાબાસાહેબના આંબેડકરના ઐતિહાસિક સ્મારકોને ભવ્યતા આપવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. સમાજમાં સમરસતાનું વાતાવરણ ઉભું કરવા માટે દરેક ગામમાં એક સ્મશાન, એક મંદિર અને એક કૂવોઆ દિશામાં ભાજપાની વિચારધારા કાર્ય કરી રહી છે. પરીણામસ્વરૂપ છેવાડાના નાગરિક સુધી ભાજપાની વિચારધારાનો ફેલાવો થયો છે, તેનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે.

પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં દલિતોદ્ધારની યોજના તેમજ વિકાસનાં કાર્ય સમાજ સુધી પહોંચાડવા મોરચાના કાર્યકર્તાઓને હાકલ કરી હતી. તેમજ દલિતોના નામે રાજકીય રોટલો શેકતા વિકૃત લોકોને સમાજની સામે ખુલ્લાં પાડીને તેમજ ભાજપાના શાસનમાં થયેલા ડૉ. આંબેડકરને એક માનબિંદુ સુધી પહોંચાડવા ભાજપા શાસનમાં થયેલા કાર્યોની સાચી માહિતીથી સમાજને અવગત કરવા જોઈએ. આવનારી વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીઓમાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના મિશન ૧૫૦+ના અભિયાનને ૫રિપૂર્ણ કરવા યોગ્ય માર્ગદર્શન આપીને બુથ જીતો યજ્ઞમાં જોડાઈ જવા કાર્યકરોને અપીલ કરી હતી.

રાજ્યસભાના સાંસદ અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી શંભુનાથજી ટુંડીયાએ સમાજમાં વર્ગવિગ્રહ કરીને દલિત સમાજને ગેરમાર્ગે દોરતા વિકૃત લોકોને ખુલ્લા પાડવાની મોરચાના કાર્યકરોને અપીલ કરી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાના જીવનકાળમાં હંમેશા રાષ્ટ્રને પ્રથમ ગણ્યું છે. તેમજ સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું છે. આવનારા સમયમાં ડૉ. બાબાસાહેબને હંમેશાં અન્યાય કરનાર કોંગ્રેસને જડમૂળથી ઉખેડી નાંખવા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહનાં મિશન ૧૫૦+ નાં અભિયાનમાં જોડાઈ જવાા કાર્યકરોને હાકલ કરી હતી.

આજની બેઠકને પ્રારંભે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષશ્રી અંબાલાલ રોહિતે મોરચાના સૌ કાર્યકર્તાઓને આવકાર્યા હતા. મંચસ્થ મહાનુભાવશ્રીઓનો પરિચય કરાવ્યો હતો. આ બેઠકમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરને માનબિંદુ સુધી પહોંચાડવા ભાજપા શાસનમાં થયેલ કાર્યોની એક સીડીનું નિદર્શન દ્વારા ઉપસ્થિત કાર્યકરોને સચોટ માહિતી આપવામાં આવી હતી. અનુસૂચિત જાતિ મોરચાની આ બેઠકમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના પદાધિકારીશ્રીઓ, બોર્ડ-નિગમનાં ચેરમેનશ્રીઓ, વિધાનસભાના નિયુક્ત કરેલ ઈન્ચાર્જ-સહઈન્ચાર્જશ્રીઓ સહિત જીલ્લા/ મહાનગરમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર બેઠકનું સંચાલન પ્રદેશ મંત્રીશ્રી ડૉ. જીવરાજભાઈ ચૌહાણે કર્યું હતું.

Related posts

कांग्रेस में नई सुची जारी होने के बाद फिर हंगामा : जमालपुर में साबिर काबलीवाला को टिकट नही

aapnugujarat

હિંમતનગરની તિરૂપતિ જ્વેલર્સમાં ચોરી કરનાર શખ્સો ઝડપાયા

aapnugujarat

સિવિલમાં મહિલા તબીબની આત્મહત્યા કેસમાં ચકાસણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1