Aapnu Gujarat
ગુજરાત

ફરજનિષ્ઠ કર્મચારી…માતાના અગ્નિ સંસ્કારના કલાક પછી ચૂંટણી કાર્યમાં જોડાઈ ગયા

ચૂંટણીની કામગીરી માટે વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓને ખાસ જવાબદારી સાથે કામે લગાડવામાં આવતાં હોય છે. જેને લઇને અગવડનો સામનો થતો હોય ત્યારે કેટલાક કર્મચારીઓ આ જવાબદારીથી કિનારો કરી લેવા તત્પર હોવાના કિસ્સા બનતાં રહે છે. ત્યારે એક એવા ફરજનિષ્ઠ કર્મચારીનું ઉદાહરણ સામે આવ્યું છે કે તેમની કદર કરવી પડે.
૨૩ તારીખે મહત્તમ મતદાન થાય તેની સાથે સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે માટે સાબરકાંઠા જિલ્લા તંત્ર ખડે પગે કાર્યરત છે. આ મિડીયા સેન્ટરમાં ૨૧ જેટલા શિક્ષકોને “રાઉન્ડ ધ ક્લોક” ફરજ સોંપાઈ છે. ત્રણ શિફ્ટમાં ૭-૭ શિક્ષકો ફરજ બજાવે છે અને સમાચારો પર દેખરેખ રાખે છે. અહીં ફરજ બજાવતા શિક્ષક પોપટભાઈ પટેલ શિક્ષક તરીકે પોશીના તાલુકાના મતરવાડા-૨ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તેમના માતા શાંતાબહેનનું તાજેતરમાં અવસાન થયું હતું. આ દુઃખદ ઘટનાથી ભાંગી પડેલા શિક્ષક પોપટભાઈ પટેલે તંત્રને જાણ કરી તરત જ પોતાના વતન પ્રાંતીજ તાલુકાના અંબાવાડા ગયાં. અને મનમાં માતાના અવસાનના ઘેરા શોક સાથે પરિવારજનોની હાજરીમાં અગ્નિસંસ્કાર સંપન્ન થયાં. માતાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો અને પોપટભાઈ પટેલના તનમન પર સવાર એવી ચૂંટણી પ્રત્યેની ફરજ યાદ આવી.પરિવારજનોને મળ્યાં ન મળ્યાં અને તરત જ પોતાની મિડીયા મોનીટરિંગની ફરજ પર હાજર થઈ ગયાં.

Related posts

કોંગ્રેસ ચુંટણી પહેલા ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો પર પદયાત્રા કરશે

aapnugujarat

ગુજરાતી ફિલ્મ નિર્દેશકે આત્મહત્યા કરી

aapnugujarat

ગાંધીનગરમાં વોકિંગ વેળા મહિલા તબીબ છેડતીનો શિકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1