Aapnu Gujarat
ગુજરાત

દહેગામ : સંપાગામના તળાવમાં બે બાળકોના ડૂબી જવાથી મોત

ગાંધીનગર જિલ્લાના દહેગામના સંપા ગામના તળાવમાં આજે ગરમીમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો પૈકી બેના ડૂબી જવાથી મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને બંને બાળકોની ઉમંર માત્ર ૧૩ અને ૧૫ વર્ષના હોવાના કારણે અને તેઓના તળાવમાં ડૂબી જવાથી મોત થવાના કારણે સમગ્ર ગામમાં શોકનો માતમ પથરાયો હતો. દહેગામ નગરપાલિકાના ફાયરવિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી, તો બીજીબાજુ, સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાના દહેગામના સંપા ગામના તળાવમાં આજે ત્રણ નાના બાળકો ન્હાવા પડયા હતા ત્યારે તેમના ડૂબવાની ઘટના બની હતી. જો કે, સમગ્ર ઘટનાની જાણ થતાં દહેગામ નગરપાલિકાના ફાયરવિભાગના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં એક બાળકને બચાવી લેવાયો હતો પરંતુ ૧૩ અને ૧૫ વર્ષની વયના બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજયા હતા. આ બનાવને લઇ સ્થાનિક ગ્રામજનોના ટોળેટોળા તળાવના કિનારે ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી કે, બાળકો ગરમીથી બચાવ તળાવમાં ન્હાવા પડયા તે દરમ્યાન આ બનાવ બન્યો કે, પગ લપસી પડવાથી બનાવ બન્યો કે પછી સેલ્ફી લેવાના ચક્કરમાં સમગ્ર કરૂણાંતિકા બની ? પોલીસે સ્થાનિક ગ્રામજનોની પૂછપરછ કરી વધુ વિગત અને માહિતી મેળવવાના પ્રયાસો પણ કર્યા હતા. જો કે, બે બાળકોના મોતને પગલે સમગ્ર પંથકમાં એકબાજુ ભારે ચકચાર મચી ગઇ હતી તો, ગામમાં જાણે શોકનો માતમ પથરાઇ ગયો હતો.

Related posts

कृष्णनगर क्षेत्र में नाबालिग की हत्या पर एएसआई की जमानत याचिका खारिज

aapnugujarat

દાણીલીમડામાં નજીવા મામલે થયેલ ઝઘડામાં સાત લોકો પર હુમલો

aapnugujarat

દુષ્કર્મ કેસ : ભાનુશાળી સામે ફરિયાદ હાઇકોર્ટે રદ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1