Aapnu Gujarat
બ્લોગ

કૉંગ્રેસ અને યુવા ત્રિપુટી ભાજપ માટે પડકાર

૨૬ લોકસભા બેઠકો અને ૧૮૨ વિધાનસભા બેઠકો ધરાવતું ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય છે અને બે દાયકાથી ભાજપ અહીં સત્તા પર છે. અમિત શાહે શાનદાર રોડ શો કરીને ઉમેદવારી નોંધાવી છે તો બીજી તરફ હાર્દિક પટેલના ચૂંટણી લડવા પર સવાલ હજી ઊભો છે ત્યારે ગુજરાતની ૨૬ બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસ બેઉ જોર લગાવી રહ્યાં છે.૧૯૯૫ની વિધાનસભા ચૂંટણીથી ગુજરાતની સત્તા ભાજપના હાથમાં રહી છે.પરંતુ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને યુવા નેતાઓની ત્રિપુટી (હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર)એ આપેલી ટક્કર બાદ ભાજપ માટે ગુજરાત મહત્ત્વનું બની ગયું છે.૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૨૨ વર્ષ જૂની સત્તાને પડકાર આપનારી કૉંગ્રેસ સરકાર ભલે ન રચી શકી પરંતુ ભાજપને ૧૦૦નો આંકડો હાંસિલ કરતા રોકી અને પોતાની બેઠકોમાં વધારો પણ કર્યો.લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ૧૯૯૧ બાદ વધુ બેઠકો ભાજપના ખાતે રહી છે.ભાજપે ૧૯૯૧માં ૨૦, ૧૯૯૬માં ૧૬, ૧૯૯૮માં ૧૯, ૧૯૯૯માં ૨૦, ૨૦૦૪માં ૧૪, ૨૦૦૯માં ૧૫ અને ૨૦૧૪માં લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતી હતી.૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ મોદીએ ગુજરાત છોડી દિલ્હી તરફ પ્રયાણ કર્યું. ત્યારબાદ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સામે ઘણા પડકારો આવ્યા પરંતુ પાર્ટી ગમે તેમ કરીને સત્તા બચાવવામાં સફળ રહી.૨૦૧૪માં ભાજપનો સ્ટ્રાઇક રેટ ૧૦૦ ટકા હતો પરંતુ ૨૦૧૭માં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો.ભાજપ પોતાનું પ્રદર્શન સુધારી શકી હોત તો ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૧૬૫ જેટલી બેઠકો મેળવી શકી હોત પરંતુ એવું બન્યું નહીં. તેમને માત્ર ૯૯ બેઠકો મળી જે તેમના માટે ઝટકા સમાન હતું.ત્યારે ગુજરાતમાં મોદીએ ૧૫ દિવસમાં ૩૮ રેલીઓ કરી હતી અને અમિત શાહને અમદાવાદમાં ૧૨-૧૫ દિવસ રોકાવું પડ્યું હતું. પાર્ટીને ડર હતો કે તેમનો ગઢ ગુજરાત તેમના હાથમાંથી નીકળી રહ્યો છે.૨૦૧૭માં ભાજપ માટે પરિસ્થિત ખૂબ જ ખરાબ બની ગઈ હતી. અમિત શાહે છાતી ઠોકીને કહ્યું હતું કે તેઓ ૧૮૨માંથી ૧૫૦ બેઠકો જીતશે. પરંતુ મોદીના સીએમ બન્યા બાદ (૨૦૦૧માં મોદી મુખ્ય મંત્રી બન્યા હતા) પ્રથમ વખત પાર્ટી ૧૦૦ બેઠકોથી નીચેના અંક પર પહોંચી ગઈ હતી.કૉંગ્રેસની સૌથી મોટી કમજોરી શહેરી વિસ્તાર છે. આ વિસ્તાર ભાજપનો ગઢ રહ્યો છે તેમાં કોઈ શંકા નથી અને ૨૦૧૭માં કૉંગ્રેસ તેને ભેદી પણ ના શકી. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ કમજોર છે.આ વખતે પણ આવો જ ટ્રૅન્ડ બની શકે છે.હાલની સ્થિતિને જોઈને લાગી રહ્યું છે કે ૧૦ બેઠકો પર કૉંગ્રેસ વધુ મહેનત કરી રહી છે અને ભાજપ માટે આ બેઠકો પડકાર સમાન બની શકે છે. આમાં આદિવાસી વિસ્તારો, મધ્ય ગુજરાત અને ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે.સૌરાષ્ટ્રમાં પાંચ બેઠકો- જૂનાગઢ, જામનગર, પોરબંદર, અમરેલી અને સુરેન્દ્રનગર ભાજપ માટે પડકારજનક છે.તો ઉત્તર ગુજરાતમાં ચાર બેઠકો- સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આદિવાસી બહુમતીની પાંચ બેઠકો ભાજપ માટે પડકારજનક છે.મહેસાણામાં તો સ્થિતિ એટલી ગંભીર છે કે એક સમયે પાર્ટીએ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલને પ્રસ્તાવ પાસ કરી ચૂંટણી લડવા કહ્યું હતું પરંતુ તેમણે ના પાડી દીધી હતી.કૉંગ્રેસ ૨૬ બેઠકો પર તો ફોકસ પણ નથી કરી રહી. તેમની નીતિ છે કે ૧૩ બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કરો અને ઓછામાં ઓછી ૮ કે ૧૦ બેઠકો જીતવાના પ્રયાસ કરો.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની તંગી અત્યારથી દેખાઈ રહી છે અને ગુજરાત સરકારે જાતે જ કહી દીધું છે કે તેઓ ખેતી માટે ખેડૂતોને પાણી પૂરું પાડી નહીં શકે.નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમમાં પણ પૂરતું પાણી નથી. ગુજરાતને ડૅમથી ૯૦ લાખ એકર ફૂટ પાણી મળવું જોઈએ પણ ૩૦-૩૫ લાખ એકર ફૂટ પાણી જ મળશે.ખેડૂતોને કહી દેવામાં આવ્યું છે કે નદીના પાણીના ભરોસે આ વખતે તેઓ ખેતી ન કરે.સાથે-સાથે ખેડૂતોને જે મગફળી અને કપાસ પર લઘુત્તમ કિંમત આપવાનો વાયદો હતો, એ પણ ખેડૂતોની મળી શકી નથી.બટાકા અને ટમેટાંની ખેતી કરનારાઓ પાસે પોતાના ઉત્પાદનને કૉલ્ડ સ્ટૉરેજ સુધી લઈ જવાના પણ પૈસા નથી હોતા અને પોતાનું ઉત્પાદન ફેંકી દેવાનો વારો આવે છે.એવાં અનેક કારણોસર ખેડૂતો નારાજ છે અને એનો ફાયદો કૉંગ્રેસને મળી શકે છે.ગ્રામીણ અને નાના શહેરી વિસ્તારોમાં કૉંગ્રેસ ઘણી મહેનત કરે છે. તેઓ જાણે છે કે ૨૦૧૭ની જેમ આ ખેડૂતોના મુદ્દાથી સફળતા મળી શકે છે.ગુજરાતમાં ૨૦૧૭માં ત્રણ નવા યુવાન નેતાઓ મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. આ ત્રણેય એટલે પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઊનાકાંડ બાદ ઊભરીને આવેલા જિજ્ઞેશ મેવાણી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર. આ ત્રિપુટીએ ભાજપને પરેશાન કરી.આ યુવાન નેતાઓએ બેરોજગારી, પટેલોને અનામત અને ભાજપની સાંપ્રદાયિક નીતિ વગેરે મુદ્દાઓને લઈને વિરોધ કર્યો હતો અને ભાજપને એનું પરિણામ ભોગવવું પડ્યું હતું.હાલમાં મહેસાણાના ધારાસભ્યની ઑફિસમાં તોડફોડ મામલે હાર્દિક પટેલની સજા પર રોકની અરજી હાઈકોર્ટે નકારી કાઢી છે જેથી હવે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે એમ લાગી રહ્યું છે.ગુજરાત સરકારે હાઈકોર્ટમાં જે પેરવી કરી અને એને ચૂંટણી ન લડવા દીધી એ સૌથી મોટી સ્ટ્રૅટેજિક ભૂલ છે.એનું પરિણામ ભાજપને માત્ર ગુજરાતમાં જ નહીં, તમામ રાજ્યોમાં ભોગવવું પડશે.તે એક ૨૧ વર્ષનો બેરોજગાર છોકરો હતો. તેને ભાજપે તેની આંતરિક રાજનીતિના કારણે એક મોટો નેતા બનાવી દીધો.હવે તેનો પ્રભાવ વધીને ગુજરાતની સરહદની બહાર પણ પથરાયો છે. તે ભૂખ હડતાળ પર બેસે છે તો વિપક્ષના નેતા તેની સાથે હોય છે.તેનું કદ ભાજપે જ એટલું મોટું કરી દીધું કે તેઓ ભાજપના જ ગળામાં કાંટો બનીને ફસાઈ ગયા.અટકળો પ્રમાણે જો તેઓ ચૂંટણી લડ્યા હોત તો તેઓ પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરવામાં અટવાયેલા રહ્યા હોત પણ તેઓ હવે ફરી-ફરીને પ્રચાર કરશે.એ વાતને નકારી ન શકાય કે પાટીદાર મત નિર્ણાયક રહ્યા હતા અને એની અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે.અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો ભાજપમાં સામેલ થવાની અટકળો પણ હજી જાણે કે તાજી જ છે અને તેઓ પણ શાંત દેખાઈ રહ્યા છે.જિજ્ઞેશ મેવાણીની વાત કરીએ તો અજય ઉમટ કહે છે કે તેઓ હજી પણ આક્રમક છે અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં લાગેલા જ છે.એવું લાગે છે કે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પછી ઉત્સાહિત કૉંગ્રેસ પાસે ઘણા મુદ્દા છે અને તેમની રણનીતિ પણ મહદંશે એ જ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કરવાની છે જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૉંગ્રેસને ઓછામાં ઓછા બે યુવાન નેતાઓનું સમર્થન મળશે.પણ ભાજપની ૧૦૦ ટકા બેઠકોમાં કૉંગ્રેસ કેટલું મોટું બાકોરું પાડી શકે છે એ જોવાની વાત છે.ભાજપાના ખાતામાં હજી પણ ૨૬ બેઠકો છે અને એક પણ બેઠક ઓછી થાય તો એ ભાજપ માટે નુકસાન જ કહેવાશે અને ભાજપનું આ નુકસાન કૉંગ્રેસ માટે ફાયદો સાબિત થશે.આ યુવા ત્રિપુટીએ જ વિશ્વનાયક બનવાને મારગ લોકપ્રિય ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીની વિશ્વમાં સૌથી વધુ સભ્યસંખ્યા ધરાવતી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મોડેલને બોદું સાબિત કરીને મોદીના ‘હનુમાન’ અમિત શાહને પરસેવો લાવી દીધો છે ત્રિપુટીનો સૌથી યુવા ચહેરો એટલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (‘પાસ’)નો કન્વિનર હાર્દિક ભરતભાઈ પટેલ. ઉંમર હજુ ચૂંટણી લડવાની લાયકાત ધરાવનાર નહીં હોવા છતાં એનું સમર્થન મેળવવા માટે સત્તારૂઢ ભાજપ, વિપક્ષી કોંગ્રેસ અને કેજરીવાલ સેના થનગનતી હતી પણ તેણે કોંગ્રેસનો હાથ પકડ્યો છે.ગુજરાતના કોંગ્રેસી પરિવારમાં જન્મેલા પણ પોતાના સામાજિક આંદોલનને રાજકીય પક્ષથી દૂર રાખવામાં છેલ્લા ત્રણ વર્ષથી સફળ રહેલા ૪૦ વર્ષના અલ્પેશ ખોડાજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને ૯૪૦૦ ગામોમાં જીવંત કરી શક્યા છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ એવા ખોડાજી ઠાકોરના આ ખૂબ પરિપક્વ અને અભ્યાસી પુત્રે બંધારણીય માર્ગે આગળ વધીને માગણીઓને પરિપૂર્ણ કરવાની દિશા પકડી છે. તેણે પણ કોંગ્રેસનો સાથ લેવાનો પસંદ કર્યો હતો અને તે હાલમાં કોંગ્રેસનો વિશ્વાસપાત્ર છે.ઉના દલિત અત્યાચાર કાંડનો વિરોધ કરવા માટે અમદાવાદમાં દલિત સમાજની રેલીથી પ્રકાશમાં આવેલો જિજ્ઞેશ મેવાણી પણ એચ. કે. આટ્‌ર્સમાંથી સ્નાતક થઈ મુંબઈ અને અમદાવાદમાં પત્રકારત્વની સાથે જ કાયદાનો સ્નાતક થઈ હવે હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. ચુનીભાઈ વૈદ્ય અને મુકુલ સિંહા જેવા કર્મશીલો સાથે સમાજલક્ષી ચળવળોમાં જોતરાયેલા,વિચારોમાં ડાબેરી ઝોક ધરાવતા જિજ્ઞેશ સામાજિક – આર્થિક ક્ષેત્રના ફયુડલ તંત્રને સ્થાને આમૂલ પરિવર્તન લાવવાના આગ્રહી છે.ઉનામાં અભૂતપૂર્વ રેલી યોજીને આવતા દિવસોમાં દલિત સમાજના તમામ ફાંટાઓને સાથે જોડવા ઉપરાંત મુસ્લિમોને પણ દલિતોના સમર્થનમાં જોડવાના એમના પ્રયાસો સંઘ – ભાજપ – વિહિંપની પ્રયોગશાળા રહેલા ગુજરાતમાં નવાં રાજકીય પરિમાણ સર્જે એવી શક્યતા ખરી. તે પણ રાજ્યની ભાજપ સરકાર સામે રોષિત છે.

Related posts

રજાઓ ગાળાવાના મામલે ભારતીયો સૌથી આગળ

aapnugujarat

सुषमा श्रद्धांजलि: पक्ष हो या विपक्ष, सभी की आंखें डबडबा गयीं!!!

aapnugujarat

મહિલા મુદ્દે દેશમાં ઘમાસાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1