Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચેન્નાઇમાં સ્વિગીમાંથી ઑર્ડર કરેલી નૂડલ્સમાંથી લોહીવાળી બેન્ડેડ નીકળતા ચકચાર

ઓનલાઇન ફૂડ કંપનીઓ દ્વારા સેવામાં ચૂકની ઘટનાઓ સામે આવી રહી છે. ચેન્નાઇમાં એક વ્યક્તિએ ઓનલાઇન નૂડલ્સ ઓર્ડર કરતા તેમાંથી લોહી વાળી બેન્ડેડ મળી આવી હતી. બાબામુર્ગન દીનદયાલન નામક વ્યકિતએ સ્વીગીમાંથી નૂડલ્સ ઓર્ડર કર્યા હતા. તેમણે અડધી નૂડલ્સ ખાઇ ખાઈ લીધા બાદ તેમને નૂડલ્સમાં લોહી વાળી બેન્ડેડ દેખાતા તેમનો પીત્તો ગયો હતો.
૧૦ ફેબ્રુઆરીએ ફેસબુક પર પોસ્ટ કરીને તેમણે લખ્યું હતું કે, તેમણે સ્વીગીમાંથી ચિકન સેઝવાન ચોપ્સી ઓર્ડર કરી હતી. જો કે તેમાંથી લોહી વાળી બેન્ડેડ નીકળતા તેમણે રેસ્ટોરન્ટ સાથે સંપર્ક કર્યો હતો જો કે તેમણે આ અંગે કોઇ જવાબ આપ્યો નહતો અને ઓર્ડરને રીપ્લેસ કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો આ સિવાય સ્વીગી પણ તેમની ફરિયાદનો જવાબ આપતી નથી.
જો કે બાદમાં સ્વીગીએ માફી માંગતા લખ્યું હતું કે, અમારા એક ગ્રાહકને અમારે લીધે મુશ્કેલી પડી તેના માટે અમે દિલગીર છીએ અને અમે આ અંગે માફી માંગીએ છીએ. તમારી ફરિયાદના આધાર પર અમે રેસ્ટોરન્ટને સસ્પેન્ડ કરી દીધી છે.

Related posts

पाकिस्तान ने भारत के लिए खोला अपना एयर स्पेस

aapnugujarat

अयोध्या मामले में अगली सुनवाई पांच दिसम्बर को निर्धारित की

aapnugujarat

आधार को नहीं कर सकते जरुरीः सुप्रीम कोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1