Aapnu Gujarat
ગુજરાત

અમરાઇવાડી : બુટલેગર દ્વારા યુવતી પર એસિડ હુમલો થયો

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં એક યુવતી પર સ્થાનિક અને માથાભારે બુટલેગર હીરા નાડિયા દ્વારા આજે એસિડ એટેક કરવામાં આવતાં શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. એસિડ એટેકને લઇ ખુદ સુપ્રીમકોર્ટ સહિત સરકારો દ્વારા કડક નિર્દેશો જારી થયા હોવાછતાં આ પ્રકારની ઘટના સામે આવતાં ભારે વિવાદ પણ સર્જાયો છે. બુટલેગર દ્વારા એસિડ એટેકેમાં ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને તાત્કાલિક નજીકની એલ.જી.હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. બીજીબાજુ, બનાવની જાણ થતાં ખોખરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપી બુટલેગરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. અમદાવાદમાં હવે ગુનાખોરીની ઘટનાઓ એટલી હદે વધી છે કે હવે શહેરમાં એસિડ અટેક પણ થવા લાગ્યા છે. અમરાઈવાડીના નાડિયાવાસ લાલ બંગલાના બુટલેગર હીરા નાડિયા દ્વારા નજીકના નેશનલ પાર્કમાં રહેતી ૨૬ વર્ષીય યુવતી પર એસિડ છાંટીને જીવલેણ હુમલો કર્યો હતો. એસિડ એટેકના કારણે યુવતી ગંભીર રીતે દાઝી ગઇ હતી. બુટલેગરે એક્ટિવા પર આવી યુવતીના શરીરના ત્રણ ભાગે એસિડ છાટ્યું હતું અને ત્યાંથી ગણતરીની સેકન્ડોમાં ફરાર થઇ ગયો હતો. યુવતી કંઇ સમજે તે પહેલાં બુટલેગર અચાનક જ એસિડ છાંટી ભાગી છૂટયો હતો. એસિડ એટેકને પગલે ગંભીર રીતે દાઝી જતાં યુવતીએ ચીસાચીસ કરી મૂકી હતી, જેને પગલે સ્થાનિકો અને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેણીને તાત્કાલિક નજીકની એલ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઇ હતી, જયાં બર્ન્સ વોર્ડમાં યુવતીની ખાસ કિસ્સામાં સારવાર હાથ ધરાઇ હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, બનાવની જાણ થતાં ખોખરા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી બુટલેગર હીરા નાડિયને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. જો કે, યુવતી પર એસિડ એટેકની ઘટનાએ શહેરભરમાં ચકચાર જગાવી હતી.

Related posts

મતદાન જાગૃતિ ઝુંબેશ રંગ લાવી : અરવિંદ લિમિટેડ દ્વારા હજારો કર્મીઓને ટોકન ગીફ્ટ અપાઈ

aapnugujarat

અમદાવાદમાં મેઘમહેર : વેજલપુર ધોવાયું

aapnugujarat

રેલવે પરીક્ષાની ફી પેટે ૯૦૦ કરોડની લૂંટ કરાઈ છે : કોંગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1