Aapnu Gujarat
ગુજરાત

સીએમ રૂપાણીએ જળ સંચય અભિયાનની જાહેરાત કરી

ગુજરાતમાં રાજ્યની જીવાદોરી નર્મદામાં પાણીના તળ લગભગ ખાલી થઇ જવા સાથે પીવાના પાણીની વિકટ સમસ્યા વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા રાજ્યમાં જળસંચય અભિયાન હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી ૧ મેથી એક મહિના સુધી વિવિધ સામાજિક, સેવાકીય અને ધાર્મિક સહિત અન્ય સંસ્થાઓના સહયોગથી યોજાનારી આ ઝુંબેશમાં જળ બચાવો, જળ સંગ્રહ કરોનો સંદેશ આપશે.ગુજરાત રાજ્યમાં ગયા ડિસેમ્બર મહિનાથી રાજ્યની જીવાદોરી નર્મદાના પાણી વેડફાઈ જવા સાથે સમગ્ર રાજ્યમાં પીવાની પાણીની વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોક ભાગીદારીથી જળ સંચય ઝુંબેશ કરવાનો વિચાર આવ્યો છે. જેમાં આગામી ૧ થી ૩૧ મે સુધી સમગ્ર રાજ્યમાં જળસંચય અભિયાન હાથ ધરવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે સચિવાલયમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક, સેવાકિય અને ધાર્મિક સહિત અન્ય સંસ્થાઓના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. આ બાબતે વધુ માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં આ જળ સંચય અભિયાન અંગેના આયોજન સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ ઝુંબેશ અંગે એનજીઓ સાથે હજુ એકવાર બેઠક યોજાયા બાદ તે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ અભિયાન દરમિયાન જળ બચાવો, સંગ્રહ કરો તેવા સંદેશ સાથે ભૂગર્ભમાં જળ ઉતારવા લોકજાગૃતિ માટે વ્યાપક પ્રચાર-પસાર કરવામાં આવશે. આ ઉપરાંત તળાવ ઉંડા કરવા, નદી સફાઈ, દરેક ડેમનું મોનિટરિંગ, નદીઓના બદલાયેલા વહેણ ખુલ્લા કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

Related posts

પાટીદાર નેતા હાર્દિક પટેલની જીત

aapnugujarat

જૂહાપુરામાં રિક્ષાચાલકે યુવકને ટક્કર મારતાં સ્થળે કરૂણ મોત

aapnugujarat

સરકાર નિર્ણય નહીં લે તો, જન વેદના સંમેલન કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1