Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર પછી ઓરિસ્સામાં સેંકડો ખેડૂતોનો મોરચો

મહારાષ્ટ્રના ૩૦ હજાર ખેડતોની કૂચને સાંપડેલી સફળતાથી પ્રેરાઈ ઓરિસ્સામાં પણ ૧૫ હજાર જેટલા ખેડૂતો પાટનગર ભુવનેશ્વરમાં ઉમટી પડ્યા છે.
આ પૈકી ૧૮૦ જેટલા ખેડતોએ ભૂખ હડતાળ એટલે કે અનસનનો આરંભ કર્યો છે. તેમની મુખ્ય માગણીઓમાં દેવામાફી અને ગરીબ ખેડૂતોને પેન્શન આપવાનો સમાવેશ થાય છે.ખેડૂતોએ આ સાથે રાજ્ય સરકારના બજેટમાં ૫૫ લાખ ગરીબ ખેડૂતોને મહિને રૂ. પ હજાર પેન્શન આપવા માટે રૂ. ૨૧,૬૦૦ કરોડની ફાળવણી કરવાની પણ માગણી કરી છે. રાજ્યમાં ૩૬ લાખ ખેડૂતો ગરીબ છે અને વિકાસથી વંચિત છે. ખેડૂતોએ નવનિર્માણ કૃષક સંગઠનના નેજા હેઠળ ભુવનેશ્વર વિધાનસભા નજીક દેખાવો યોજ્યા છે. તેમણે અનાજના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. ૧,૫૫૦થી વધારી રૂ. ૩,૦૦૦ કરવાની પણ માગણી કરી છે.સંગઠનના રાષ્ટ્રીય સંયોજક અક્ષયકુમારે જણાવ્યું હતું કે ફક્ત મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ કચ્છથી લઈ અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ખેડૂતો તેમની માગણીઓ માટે દેખાવો યોજનાર છે.

Related posts

मराठा आरक्षण : चुनाव से पहले फडणवीस ने खुद को दिखाया बेहतर

aapnugujarat

१५ अगस्त के अपने भाषण के लिए मोदी ने लोगों से सुझाव मांगे

aapnugujarat

વડોદરામાં ૮ લાખના એમડી ડ્રગ્સ સાથે ૪ લોકો ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1