Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઈપીએફઓ દ્વારા વ્યાજદર ઘટાડીને ૮.૫૫ ટકા કરાયો

દેશના નોકરિયાત વર્ગ માટે નિરાશાજનક સમાચાર છે. કારણ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે વ્યાજદરમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. નવો વ્યાજદર ૮.૫૫ ટકા રહેશે. જે ગયા વર્ષે ૮.૬૫ ટકા હતો. પીએફ ડિપોઝીટ પર વ્યાજ અંગેનો આ નિર્ણય આજે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટીઓની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ પહેલા એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ઈપીએફઓ વર્તમાન નાણાંકીય વર્ષ માટે ૮.૬૫ ટકાના વ્યાજદરને જાણવી શકે છે. ઈપીએફઓએ આ નાણાંકીય વર્ષમાં પોતાના ઇક્વિટી પોર્ટફોલિયોમાં યોગ્ય રીતે પ્રોફીટ બુકિંગ કરી હતી. ઈપીએફઓએ આ મહિનામાં ૨૮૮૬ કરોડ રૂપિયાના એક્સચેંજ ટ્રેડેડ ફંડનું વેચાણ કર્યું હતું. પરંતુ અપેક્ષાની બિલકુલ વિરુદ્ધમાં આજે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કર્મચારીઆ નિર્ણયના કારણે ભારે નાખુશ દેખાઈ રહ્યા છે. ઈપીએફઓ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માટે ૮.૬૫ ટકા વ્યાજદર નક્કી કર્યો હતો. જે ૨૦૧૫-૧૬માં ૮.૮ ટકા હતો. એટલે કે સતત બીજા વર્ષે આમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, બજેટમાં નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને સરકારે કોઈ મોટી રાહત આપી ન હતી. ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યા ન હતા.
હવે ઇપીએફઓ દ્વારા પણ કર્મચારીઓને નારાજ કરી દેવામાં આવ્યા છે. આને લઈને કરોડો લોકોમાં નિરાશા ફેલાય તેવી શક્યતા છે. આજે યોજાયેલી આ બેઠકમાં તમામ પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વ્યાપક વિચારણા કરવામાં આવ્યા બાદ ઈપીએફઓ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો હતો. વ્યાજદરને ઘટાડીને હવે ૮.૫૫ ટકા કરવામાં આવ્યો છે.

Related posts

Indian Army foiled major infiltration bid along LoC in Jammu’s Akhnoor, 3 terrorists killed

editor

Schedule international passenger flights suspended till July 31 : DGCA

editor

હાથીની મૂર્તિઓ પર ખર્ચની રકમ પરત કરવા સુપ્રીમનો માયાવતીને આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1