Aapnu Gujarat
મનોરંજન

એકતા કપૂર અને ઇમ્તિયાઝ અલી લઇને આવશે ‘લૈલા-મજનૂ’ની નવી લવ સ્ટોરી

ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલીની છેલ્લી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ને ભલે દર્શકોનો સારો પ્રતિસાદ ન મળ્યો હોય પરંતુ હવે ફરી એકવાર તેઓ પોતાના નવા પ્રોજેક્ટ સાથે તૈયાર છે. હવે ઇમ્તિયાઝ અલી જાણીતી લવ સ્ટોરીને પોતાના અંદાજમાં રૂપેરી પદડે ઉતારશે. આ ફિલ્મ માટે તેણે એકતા કપૂર સાથે હાથ મિલાવ્યો છે.
ઇમ્તિયાઝ અલી અને એકતા પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું નામ છે ‘લૈલા મજનૂ’ અને ફિલ્મના ફર્સ્ટ પોસ્ટરને પણ રિલિઝ કરી દેવામાં આવ્યું છે.આ ફિલ્મ બાલાજી મોશન પિક્ચર્સના બેનર હેઠળ બની રહી છે અને આ ફિલ્મનું ડાયરેક્શન ઇમ્તિયાઝ અલીના ભાઇ સાજિદ અલી કરશે. આ ફિલ્મ ૪ મેના રોજ રિલિઝ થવાની છે. ફિલ્મના પોસ્ટરમાં લૈલા અને મજનૂને પહાડોની વચ્ચે જોઇ શકાય છે.ઉલ્લેખનીય છે કે ૧૯૭૬માં આ જ નામથી લૈલા મજનૂની પ્રેમકથા સિલ્વર સ્ક્રીન પર દર્શાવવામાં આવી હતી. તેમાં ઋષિ કપૂર અને રંજીત કૌરે સાથે કામ કર્યુ હતું. હવે આ પ્રેમ કથાને નવા અંદાજમાં એકતા અને ઇમ્તિયાઝ લઇને આવી રહ્યાં છે. એક્તાએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે ‘માસ્ટર સ્ટોરીટેલર ઇમ્તિયાઝ સાથે એપિક લવસ્ટોરી લૈલા મજનૂને રિક્રિએટ કરવા માટે હું ઉત્સાહિત છું.’

Related posts

हर बार बीवी से माफी मांगता हूं : अनिल कपूर

aapnugujarat

ટેલિવિઝનની હૉટ એક્ટ્રેસ નિયા શર્માને મળી બિગબોસ ૧૨ની ઑફર

aapnugujarat

વાણી તેમજ રણબીર કપુરની હોટ જોડી ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1