Aapnu Gujarat
મનોરંજન

ઇલિયાના અજય દેવગનની સાથે ‘રેડ’ ફિલ્મમાં દેખાશે

બોલિવુડની ખુબસુરત અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે અજય દેવગનની સાથે તેની ત્રીજી ફિલ્મને લઇને ખુશી વ્યક્ત કરી છે. તે અજય દેવગનની એક્શન ફિલ્મ રેડમાં કામ કરી રહી છે. તે પહેલા તે બાદશાહો અને રૂસ્તમમાં અજય દેવગનની સાથે નજરે પડી હતી. હાલમાં જ ઇલિયાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બોયફ્રેન્ડ એન્ડ્રુય નીબોનને પતિ તરીકે ગણાવીને તમામને ચોંકાવી દીધા હતા. હવે ઇલિયાના ડી ક્રુઝે પોતાનુ મૌન આ મુદ્દે તોડ્યુ છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ રેડ માટે ટ્રેલર લોંચ કરવામાં આવ્યા બાદ કેટલાક મુદ્દે વાત કરી હતી. ઇલિયાના પરિણિત છે કે કેમ તે અંગે પુછવામાં આવતા અજય દેવગને કોઇ ટિપ્પણી કરી ન હતી. જો કે ઇલિયાનાએ કહ્યુ હતુ કે તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇપ અંગે કોઇ ટિપ્પણી કરવા માંગતી નથી. ઇલિયાના પરિણિત છે તે બાબત હવે મોટા પાયે કરવામાં આવી રહી છે. તેનુ કહેવુ છે કે તે પોતાની પર્સનલ લાઇફથી ભારે ખુશ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે પોતાની અંગત લાઇફમાં વધારે વાત કરવા માંગતી નથી. ઇલિયાના હિન્દીની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. કે તમિળ અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. ઇલિયાના ડી ક્રુઝ હાલમાં સૌથી સફળ અભિનેત્રીઓ પૈકીની એક તરીકે ઉભરી આવી છે. સોશિયલ મિડિયામાં તેના સેક્સી ફોટાઓના કારણે પણતે ચર્ચામાં રહી છે. ઇલિયાના બોલિવુડમાં પોતાની કેરિયર શરૂ કર્યા બાદ સારી સારી ફિલ્મમાં દેખાઇ રહી છે. અજય દેવગનની પ્રશંસા કરતા તે થાકતી નથી. તેનુ કહેવુ છે કે અજયની પાસેથી અનેક નવી બાબતો જાણવા મળે છે.

Related posts

रणबीर-आलिया की डेटिंग की खबरे चर्चा का विषय़ बना

aapnugujarat

પરિસ્થિતિની ગંભીરતાની અનુભૂતિ કરવી એ મહત્વનું છે અને ફરીથી કામ ચાલુ થવું તે ખુશીની વાત છે : વિદ્યા બાલન

editor

દબંગ-૩માં સની લિયોનને આઇટમ સોંગ માટે લેવાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1