Aapnu Gujarat
રમતગમત

વેલિંગ્ટન ટેસ્ટ : ન્યુઝીલેન્ડનો ઇનિંગ્સ અને ૬૭ રને વિજય : વેસ્ટઇન્ડિઝ બીજા દાવમાં ૩૧૯ રનમાં આઉટ

વેલિંગ્ટન ખાતે પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે એક ઇનિંગ્સ અને ૬૭ રને વિન્ડિઝ ઉપર આજે જીત મેળવી હતી. વિન્ડિઝની ટીમ આજે તેના બીજા દાવમાં ૩૧૯ રન કરીને આઉટ થઇ ગઈ હતી. ન્યુઝીલેન્ડે બીજા દાવમાં બેટિંગ કરવાની પણ ફરજ પડી ન હતી. ન્યુઝીલેન્ડ તરફથી તમામ બોલરોએ જીતમાં ભૂમિકા ભજવી હતી. બોલ્ટે બે, ગ્રાન્ડહોમે બે, વાગનરે બે વિકેટ ઝડપી હતી જ્યારે હેનરીએ ત્રણ વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે શાનદાર દેખાવ કરીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. વાગનરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હત. પ્રથમ ઇનિંગ્સમાં વાગનરે સાત અને બીજી ઇન્િોંગ્સમાં બે વિકેટો ઝડપી હતી. પ્રથમ ટેસ્ટ મેચના ગઇકાલે ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે વેસ્ટઇન્ડિઝે તેના બીજા દાવમાં લડાયક બેટિંગ કરીને બે વિકેટે ૨૧૪ રન કર્યા હતા. આજે સ્કોરને આગળ વધાર્યા બાદ વિન્ડિઝની ટીમના બેટ્‌સમેનો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને એક પછી એક ઝડપથી વિકેટો ગુમાવી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય અસરકારક સાબિત થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી બાદ ત્રણ વનડે અને ત્રણ ટ્‌વેન્ટી મેચો રમાનાર છે. ટેસ્ટ શ્રેણી બાદ બન્ને દેશો વચ્ચે વનડે શ્રેણી રમાશે. બન્ને દેશો વચ્ચે વનડે શ્રેણી પૈકીની પ્રથમ વનડે મેચ ૨૦મી ડિસેમ્બરના દિવસે રમાશે. જ્યારે બીજી વનડે મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાનાર છે. ત્રીજી મેચ ૨૬મી ડિસેમ્બરના દિવસે રમાનાર છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડની ટીમ હોટ ફેવરિટ તરીકે દેખાઈ રહી છે. વેસ્ટઇન્ડિઝની ટીમનો દેખાવ કંગાળ રહેતા ટીમના સમર્થકોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે ઘરઆંગણે ન્યુઝીલેન્ડે શ્રેણીમાં ભવ્ય દેખાવ કર્યો હતો.

Related posts

કેવી રીતે સહેવાગે આઈપીએલને બચાવી, ગેઈલે કર્યો ખુલાસો

aapnugujarat

સમી સાથે સમાધાનની વાત કરશે તો પોતે દોષિત છે તેમ લાગશે : હસીન જહાં

aapnugujarat

Pakistan के लिए टेस्ट क्रिकेट में वापसी करने को तैयार हैं वहाब रियाज

editor

Leave a Comment

UA-96247877-1