Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામમાં ૫૦ સ્થળો ઉપરથી રોહિગ્યા ઘુસણખોરી કરે તેવી શક્યતા

મ્યાનમારથી રોહિગ્યા શરણાર્થીઓના વિસ્થાપન બાદ ગેરકાયદેરીતે ભારતમાં તેમના પ્રવેશની આશંકા વધારે પ્રબળ બની ગઈ છે. આ બાબતને ધ્યાનમાં લઇને ભારતે રોહિગ્યા શરણાર્થીઓને લઇને ખુબ જ કઠોર વલણ અપનાવ્યું છે. બીએસએફે હવે એવી ૫૦ જગ્યાઓની ઓળખ કરી લીધી છે જ્યાંથી રોહિગ્યા મુસ્લિમ શરણાર્થિઓ ભારતમાં ઘુસણખોરી કરી શકે છે. આ જગ્યાઓ ઉપર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આસામમાં રોહિગ્યા શરણાર્થીઓની ઘુસણખોરીની શંકાને ધ્યાનમાં લઇને હાઈએલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. બીએસએફે પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર રોહિગ્યા મુસ્લિમોના ગેરકાયદે પ્રવેશને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. બીએસએફના અધિકારીઓના કહેવા મુજબ પહેલા ૨૨ સંવેદનશીલ સ્થળોની ઓળખ કરી હતી. હવે આ સંખ્યા વધારીને ૫૦ કરી દેવામાં આવી છે. આ સ્થાનો સંવેદનશીલ છે જ્યાંથી બાંગ્લાદેશી અને રોહિગ્યા શરણાર્થીઓ ઘુસણખોરી કરીને ભારતમાં આવી શકે છે. સંવદેનશીલ વિસ્તારોમાં પેત્રાપોલ, જયંતિપુર, હરિદાસપુર, ગોપાલપારાનો સમાવેશ થાય છે. દક્ષિણ બંગાળ ફ્રન્ટીયરના બીએસએફના અધિકારીઓના કહેવા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ૧૭૫ રોહિગ્યા શરણાર્થીઓને પકડી પાડવામાં આવ્યા છે જેમાંથી સાતને આ વર્ષે જ પકડી પાડવામાં આવ્યા છે. રોહિગ્યાની ઓળક કરવા અને તેમને પકડી પાડવા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ભારત-બાંગ્લાદેશની કુલ ૪૦૯૬ કિમી સરહદ પૈકી ૨૨૧૬ કિમી સરહદ બંગાળમાં છે.

Related posts

સત્તા આપી તેમને શરણાર્થી બનાવાયા : મમતા

aapnugujarat

શેરબજારમાં મંદી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને બંધ

aapnugujarat

FPI દ્વારા ઈક્વિટી માર્કેટમાં ૧૮૦૦ કરોડરોકાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1